________________
૨૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
પણ પ્રમાણ કરીએ છીએ. મૂળ પંચાંગીના વચનઅનુસાર વર્તમાન પંચાંગીકારના કરેલા પ્રકરણ-ગ્રંથાદિક તથા અન્ય આચાર્યોના કરેલા પ્રકરણાદિ પણ સિદ્ધાંતપંચાંગીને અનુસાર સર્વ પ્રમાણ કરીએ છીએ. અહીં કોઈને શંકા થશે કે પંચાંગી અનુસાર પ્રકરણાદિ માનવાં ક્યાં કહ્યાં છે ? તો તેનો જવાબ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી સીમંધરસ્વામીની વિનંતીરૂપ સાડા ત્રણસો ગાથાના સ્તવનની નવમી ઢાળની પાંચમી ગાથામાં આદિ શબ્દથી અર્થકારે પંચાંગી અનુસાર પ્રકરણ-ચરિત્ર આદિ માનવાં કહ્યાં છે, તે પાઠ :
વૃત્ત્પાદિક અણમાનતા સૂત્રવિરાધે દીન જિ.
સૂત્ર અરથ તદુભય થકી, પ્રત્યનીક કહ્યા તીન જિ. તુજ. ॥૫॥ અર્થ :- વળી, વૃન્ત્યાદિક અર્થાત્ વૃત્તિ, ચૂર્ણિ, ભાષ્યના અનુસાર પ્રકરણચરિત્ર આદિને ન માને તે સૂત્રની આશાતના કરે છે. જુઓ સમવાયાંગ તથા નંદીસૂત્રનો પાઠ :
आयारेणं परित्ता संखिज्जा अणुओगदारा संखेज्जा वेढा संखेज्जा सिलोगा संखेज्जाओ निज्जुत्तीओ संखेज्जाओ पडिवत्तीओ संखेज्जाओ संघयणीओ ।
આમ પ્રકરણ, ચરિત્ર આદિને ન માનનાર સૂત્રને વિરાધે છે. વળી, સૂત્રપ્રત્યેનીક, અર્થપ્રત્યનીક અને તદુભયપ્રત્યેનીક એ ઠાણાંગસૂત્રમાં કહ્યાં છે. यतः सुयं पडुच्च तओ पडिणीया पन्नत्ता, तं जहा सुत्तपडिणीए अत्थपडिणीए तदुभयपडिणीए ।
એ જ રીતે ભગવતીસૂત્રના આઠમા શતકના આઠમા ઉદ્દેશામાં પણ કહ્યું છે. “તો અર્થપ્રત્યનીક તે નિર્યુક્ત્યાદિક જે નથી માનતા તેમને કહીએ છીએ. તે સિવાય અર્થપ્રત્યનીક તથા તદુભયપ્રત્યનીક બીજા કોને કહેવા જોઈએ તે બતાવો’’. આવું પૂર્વાચાર્યોના ગ્રંથોમાં પણ ઘણા સ્થાને લખેલ છે તેમજ પૂર્વોક્ત વચન અનુસાર સિદ્ધાંતપંચાંગી અનુયાયી સર્વ ગીતાર્થોના કરેલા પ્રકરણ-ચરિત્ર આદિ સર્વ ગીતાર્થો માનતાં આવ્યા છે તેમ અમે પણ માનીએ છીએ. IIએ પ્રમાણે જિજ્ઞાસુના દ્વિતીય પ્રશ્નનો ઉત્તર પૂર્ણ થયો.