________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૩
ત્યારે બીજો કહેતાં બીજી વાર અર્થ કહે તે નિજ્જુતિમીસઓ કહેતાં નિર્યુક્તિસહિત અર્થ કહે. અરિહંતના ચાર પ્રકાર છે. (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ.
नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ । दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥१॥
આમ બીજીવાર અર્થ આવડ્યો. પછી ત્રીજી વાર ફરી એ જ પદનો અર્થ નિર્વિશેષ કહેતાં સમસ્ત રીતે કહે. સંગે-પ્રસંગે સર્વ કહે. શક્તિ હોય તો નૈગમનય આદિ નયો પણ કહે. દાખલા તરીકે અરિહંતના નમસ્કારનું ફળ પણ કહે.
પ્રથમ અર્થમાં ટીકા, ચૂર્ણિ અને બીજા અર્થમાં નિર્યુક્તિ તથા ત્રીજા અર્થમાં ભાષ્ય આવ્યું. સૂત્રનું વ્યાખ્યાન તે નિર્યુક્તિ-ભાષ્ય-ટીકા અને ચૂર્ણ એ ચાર અથંગમ કહેવાય. સૂત્ર અને અર્થ બંને હોય અર્થાત્ સૂત્ર તે આચારાંગસૂત્ર આદિ અને અર્થ તે નિર્યુક્તિ-ભાષ્ય-ટીકા-ચૂર્ણિ પ્રમુખ તેને તદુભયઆગમ કહીએ. એ પૂર્વોક્ત ત્રણ પ્રકારના આગમને આરાધે તે જીવ આરાધક થાય.
यदुक्तं श्री भगवत्यंगे - से नूणं तमेव सच्चं नीसंकं जे जिणेहिं पवेइयं ? हंता गोयमा तमेव सच्चं जाव जिणेहिं पवेइयं ॥ से नूणं भंते एवं मणं धारेमाणे एवं करेमाणे एवं संवरेमाणे आणाए आराहए भवइ ? हंता गोयमा एवं मणं धारेमाणे जाव आराहए भवइ ॥
પ્રશ્ન :- ગૌતમસ્વામી પૂછે છે કે ભગવંત નિઃશંક સત્ય કયું ?
જવાબ :- ભગવંત કહે છે કે હે ગૌતમ, વીતરાગે કહ્યું તે નિઃશંક સત્ય છે. વળી પાછું ગૌતમસ્વામીએ પૂછ્યું કે -
પ્રશ્ન :- જે વીતરાગે કહ્યું તેને માનતો, કરતો, સંવરતો, આજ્ઞા પાળતો જીવ આરાધક હોય ?
જવાબ :- હા, ગૌતમ એમ કરતો જીવ આરાધક હોય.