________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
૪૧૫ આસક્ત છે અને અવિરતિકર્મના ઉદયથી વિરતિ પણ તેમને નથી. અને દેવભવનો સ્વભાવ એ છે તેથી તે આંખો ટમટમાવતા નથી. અને અનુત્તરાદિક દેવ છે કૃતકૃત્ય થયા તેથી તેમને ચેષ્ટા નથી, એટલે કાંઈ પણ કામ તેમને કરવું રહ્યું નથી. માટે ચેષ્ટા શું કરે ? અને તીર્થની પ્રભાવના નથી કરતાં તે કાલદોષ છે, પણ અન્યત્ર જગ્યાએ કરે પણ છે એમ જાણવું. પણ અવર્ણવાદ ન બોલવો. એ પાંચમું દુર્લભબોધિપણું
પીઆ પાંચ કારણે જીવ દુર્લભબોધિપણાનું કર્મ ઉત્પન્ન કરે અને એ જ પાંચ કારણ વિપરીત હોય તો સુલભબોધિપણું હોય તે કહે છે – પાંચ ઠેકાણે પાંચ પ્રકારે જીવ સુલભબોધિપણાનું કર્મ ઉત્પન્ન કરે તે કહે છે – અરિહંતનો વર્ણવાદ બોલતો હોય ત્યારે સુલભબોધિપણાનું કર્મ ઉપાર્જન કરે તે અરિહંતનો વર્ણવાદ તે એમ રાગ-દ્વેષ-મોહ જેઓએ જીત્યા એવા, કેવલી, સર્વજ્ઞ, ઇન્દ્ર કરી છે પૂજા તે જેમની એટલે દેવેન્દ્રપૂજિત એવા અને વલી કેવા કે અત્યંત સત્યવચન બોલનારા જેમનું કે વારે પણ જૂઠું વચન હોય નહિ એવા, વલી મોક્ષગતિ જનારા એવા જિન જે અરિહંત પ્રવર્તી એમ કહે તે અરિહંતનો વર્ણવાદ //લા તથા અરિહંતે પ્રરૂપ્યા ધર્મનો વર્ણવાદ બોલનારો સુલભબોધિપણાનું કર્મ ઉત્પન્ન કરે તે વર્ણવાદ એમ જે અરિહંત પ્રરૂપ્યો તે ધર્મ કેવો છે કે વસ્તુ એટલે પદાર્થ પ્રકાશવા સૂર્ય છે, અને અતિશય રત્નનો સાગર છે, સર્વ જગજીવનો બંધુ, બે પ્રકારનો પણ જિનધર્મ તે જયવંતો વર્તા. ||રા આચાર્યનો વર્ણવાદ બોલનારો સુલભબોધિપણાનું કર્મ કરે તે વર્ણવાદ એમ છે જે તે આચાર્યને નમો, ભાવે કરીને વલી તેમને જ નમો, તે આચાર્ય કેવા છે કે બીજાના કોઈ ઉપકારની ચાહના વિના પણ પરના હિત કરવામાં રક્ત છે, ભવ્યોને જે જ્ઞાન આપે છે એમ કહે તે વર્ણવાદ. ||૩ી તથા સંઘનો વર્ણવાદ બોલનારો જીવ સુલભબોધિ કર્મ ઉપાર્જન કરે તે વર્ણવાદ એમ - એ સંઘને પૂજ્યા થકાં એવો કોઈ રહ્યો નથી જે પૂજયા વિના રહ્યો હોય. એ સંઘ કેવો છે ત્રણ ભવનમાં પૂજવા યોગ્ય છે. અને એ સંઘથી બીજો એવો ગુણી કોઈ નથી જેમાં તે સંઘથી અધિક ગુણ હોય એમ બોલવું તે સંઘનો વર્ણવાદ છે. જો તથા દેવનો વર્ણવાદ બોલનારો સુલભબોધિપણાનું કર્મ કરે છે તે વર્ણવાદ એમ છે કે દેવોને અહો આચાર તથા સ્વભાવ કેવો