________________
૪૧૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
देवाण अहो सीलं विसयविसमोहियावि जिणभवणे । अत्थरसाहिपि समं हासाई जेण न करेंतित्ति ॥ અર્થ - પાંચ સ્થાનકે એટલે પાંચ પ્રકારે કરી જીવ દુર્લભબોધિપણું એટલે મહાકષ્ટ કરીને જે જૈનધર્મનું પામવું તે રૂપ મોહનીયાદિક કર્મ બાંધે. તાત્પર્ય એ છે કે જૈનધર્મ જીવને મળવો કઠણ તરૂપ એટલે અકીર્તિ બોલતો થકો જીવ દુર્લભબોધિકર્મ બાંધે. કેમ કે જિનભગવંતની અપ્રશંસા કરવાથી તેને જિનરાજપ્રરૂપિત ધર્મ ન મળે એવું કર્મ બાંધે. તે અપ્રશંસાનું બોલવું તે એમ છે. તે કહે છે કે જે પ્રાણી એમ કહે કે અરિહંત છે જ નહિ, ને છે તો કેમ જાણીને ભોગ ભોગવે છે? પ્રાભૂત એટલે દેવાદિકે લાવેલો સમવસરણાદિક રૂપ ભોગવે છે. ઇત્યાદિ જિનનો અવર્ણવાદ છે તે બોલતો થકો દુર્લભબોધિ કર્મ બાંધે. પણ તે એમ નથી જાણતો કે તેમના પ્રરૂપેલા પ્રવચન દીઠામાં આવે છે તે વક્તા વિના વચન ન હોય. માટે જો એ પ્રવચન છે તો એના વક્તા અરિહંત પણ છે. અને જો ભોગ ભોગવવાને તું દોષ કહે છે તે પણ નથી. કેમ કે અવશ્ય વેદ્ય એટલે વેદવા યોગ્ય તીર્થંકરનામાદિકર્મ તેનું ભોગવવું તે તેમનું નિર્જરાનું કારણ છે. તથા વીતરાગપણે કરીને સમવસરણાદિકમાં બેસવાનો તેમને પ્રતિબંધ નથી. એટલે રાગાદિ રહિત માટે પ્રતિબંધ હોય નહીં. તેથી એ દોષ પણ નથી. માટે અવર્ણવાદ બોલનાર દુર્લભબોધિ કર્મ બાંધે એ પ્રથમ //ll તથા અરિહંત પ્રરૂપ્યો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ તેનો અવર્ણવાદ બોલે છે ત્યારે દુર્લભબોધિપણાનું કર્મ બાંધે. તે અવર્ણવાદ એમ કે એ સૂત્ર પ્રાકૃતભાષામાં કેમ કર્યા ? સંસ્કૃત ભાષામાં કરવા જોઈએ. એમ બોલે તથા ચારિત્ર પાળવા કરતાં દાન દેવું તે જ ભલું છે. ઇત્યાદિક અવર્ણવાદ બોલતો હોય ત્યારે તે મૂર્ખ એમ નથી જાણતો જે એનો ઉત્તર અહીં એમ છે કે બાલકાદિકોને સુખે ભણવે કરીને ઉપગારીપણું તેથી પ્રાકૃતભાષાપણે સૂત્ર બાંધવાનો દોષ નથી. તથા મોક્ષનું અનુત્તર કારણ એટલે તે જ ભવે તથા થોડા કાલમાં જ મોક્ષ આપે, તે હેતુપણાથી ચારિત્ર જ શ્રેય-કલ્યાણકારી છે, એમ જાણે નહિ અને અવર્ણવાદ બોલતો હોય ત્યારે કર્મ બાંધે એ બીજું //રા તથા આચાર્ય-ઉપાધ્યાયોના અવર્ણવાદ બોલતો થકો