________________
૩૮૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર किं चेहेदमेव व्याख्यानं कर्तुमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुताधिभक्तिस्तेषां श्रुताधिष्ठातृदेवता ज्ञानावरणीयकर्मसंघातं क्षपयत्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरे तु श्रुतरूपदेवता श्रुते भक्तिमतां कर्म क्षपयत्विति सम्यग्नोपपद्यते श्रुतस्तुतेः प्राग् बहुशोऽभिहितत्वाच्चेति । तस्मात्प्रस्थितमिदमहत्पाक्षिकी श्रुतदेवतेह गृह्यत इति ॥
ભાવાર્થ:- શ્રુત જે અરિહંત ભગવંતનું પ્રવચન તે શ્રુતની અધિષ્ઠાતા દેવતા તે શ્રુતદેવતા સંભવે છે. કલ્પભાષ્યમાં પણ તેમજ કહ્યું છે - સર્વ શુભલક્ષણ સહિત પદાર્થને દેવતા સમધિષ્ઠિત છે. જે માટે સર્વજ્ઞ ભાષિત સૂત્ર પણ સર્વ શુભલક્ષણ સહિત છે તેથી દેવાધિષ્ઠિત છે. તથા કેવી છે શ્રુતદેવતા ભગવતી? એટલે અધિક પૂજય છે તે શ્રુતદેવી, જેમાં જ્ઞાનાદિક બહુ રત્ન ભરેલા મહાગંભીર એવો શ્રુત સમુદ્ર તેની જે ભક્તિ-બહુમાનવિનય તેને વિશે જે પ્રાણીઓના અંતઃકરણ છે તેના કર્મસમૂહનો નાશ કરો, એ તાત્પર્ય.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શ્રુતરૂપદેવતાને જે વિનંતી કરવાની કહી છે તે યુક્ત છે. કેમ કે શ્રુતની ભક્તિ તે કર્મક્ષય કારણપણે કરી પ્રસિદ્ધ છે તેથી અને શ્રુતાધિષ્ઠાતા દેવતા તો વ્યંતરાદિ પ્રકારના છે. તે વડે કરી એ પૂર્વોક્ત વિજ્ઞપ્તિ કરવી યુક્ત નથી. કેમ કે તેનું તો બીજાના કર્મક્ષય કરવામાં અસમર્થપણું હોય. તેથી ત્યાં કહે છે કે સ્મરણ કર્તાને શ્રુતાધિષ્ઠાતા દેવતા વિશે શુભ પ્રણિધાન છે તે પણ કર્મક્ષય કારણપણે કરીને કહ્યા છે. તે જ કહે છે – શ્રુતદેવતા જે તેનું સંભારવું એટલે યાદ કરવું તે કર્મક્ષયકારણ કહ્યું. પણ એ કાંઈ કરતાં નથી એમ કહે તો તેની આશાતના કહી. તથા અહીં એ જ વ્યાખ્યાન કરવું ઉચિત છે જે નિરંતર શ્રુતસમુદ્રને વિશે ભક્તિવંત તેમનાં શ્રુતઅધિષ્ઠાયિક દેવતા જ્ઞાનાવરણીયકર્મસમૂહને ક્ષય કરો. એ વાક્યર્થ થાય છે. વ્યાખ્યાનાંતરમાં શ્રુતરૂપદેવતા તે શ્રતને વિશે ભક્તિવંતોના કર્મને નાશ કરો, એ અર્થ બરાબર પ્રતિપાદન થતો નથી. કેમ કે શ્રુતની સ્તુતિ વિષે તો પૂર્વે બહુ પ્રકારે કહ્યો તે કારણ માટે એમ સિદ્ધ થયું કે અરિહંત પાક્ષિક શ્રુતદેવતા તે ઇહાં ગ્રહણ કરવા.