________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૮૫ જિનવાણીનો જ સંભવ થાય. તેમ જ શ્રી આરાધનાપતાકામાં કહ્યું છે. તે પાઠ –
जा दिट्ठिदाणमित्तेण देई पणईणनरसुरसमिद्धि सिवपुररज्जं आणारयाणे वी ताइ नमो ।
અર્થ :- જે દૃષ્ટિ દેવામાà કરીને આજ્ઞામાં રક્ત એવા પ્રાણી-પુરુષોને નર-સુરની ઋદ્ધિ આપે અને મોક્ષનું રાજ્ય આપે તે મૃતદેવને નમસ્કાર થાઓ. ||૧||
આ પાઠમાં નર-સુર સમૃદ્ધિ અને મોક્ષની આપનારી શ્રુતદેવી કહી, તે જિનવાણીરૂપ મૃતદેવી જાણવી. અન્યથા અન્ય દેવ-દેવી પ્રાણીઓના ભાગ્યોદય વિના કશું આપવાને સમર્થ નથી, તો નર-સુર સમૃદ્ધિ તથા મોક્ષનું રાજય દેવાને સમર્થ ક્યાંથી હોય? એટલે કે ન જ હોય. પણ અહીં કોઈ કહે છે કે શ્રુતદેવી વ્યંતરાદિ પ્રકાર સરસ્વતી નામની દેવી તેના કાયોત્સર્ગ પ્રમુખ ધ્યાન-સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ થવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, તે જ્ઞાનથી કોઈક પ્રાણિઓનો મોક્ષ થાય. માટે વ્યંતરાદિ પ્રકાર શ્રુતદેવીના કાયોત્સર્ગ પ્રમુખ પણ પ્રતિક્રમણાદિમાં કરવા યુક્ત છે, તેને કહીએ કે હે મહાનુભાવ ! કથંચિત્ પ્રકારે એમ હોય તોપણ પ્રતિક્રમણાદિ વ્યવહારક્રિયામાં કારણ વિના ગ્રહણ ન થાય. કેમ કે મલયગિરિજી આચાર્યાદિ કૃત આવશ્યકબૃહવૃજ્યાદિકમાં બ્રાહ્મી પ્રમુખ વનસ્પતિના સેવનથી પણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ કહ્યો છે, તેથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને તે જ્ઞાનથી પણ કોઈક પ્રાણીને મોક્ષ થાય છે, તો તમારા કથનથી તો બ્રાહ્મી પ્રમુખ વનસ્પતિના પણ કાયોત્સર્ગ પ્રમુખ પ્રતિક્રમણાદિ ક્રિયામાં કરવા સિદ્ધ થયા. તે પ્રમાણે સ્વગચ્છ અને પરગચ્છમાં કોઈ પણ કરતાં નથી. તેથી બંતરાદિ પ્રકાર શ્રુતદેવીના આરાધનથી મોક્ષ થાય એવો જિનશાસનનો વ્યવહાર નથી, પણ જિનવાણીરૂપ શ્રુતદેવીના આરાધનથી મોક્ષ થાય એ જ જિનમતનો વ્યવહાર છે. તે માટે જે કોઈ જિનવાણીરૂપ શ્રુતદેવીનો કાયોત્સર્ગ તથા સ્તુતિનિષેધ કરીને વ્યંતરાદિ પ્રકાર શ્રુતદેવીના કાયોત્સર્ગ પ્રતિક્રમણ પ્રમુખમાં સ્થાપન કરે છે તે