________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
યાને આનંદવિજયજી જો આત્માર્થી છે તો અમારું કહેવું પરમોપકારરૂપ જાણીને અંગીકાર કરશે અને જો આચાર્યપદ લેવાની વાંછા હોય તો કોઈ પરંપરાગત સંયમી આચાર્ય દેખીને તેમની પાસે દીક્ષા લઈ આચાર્યપદ ધારણ કરી શકે છે.
૩૩
કારણ કે અંગચૂલિયાસૂત્રમાં લખ્યું છે કે “નંવુ મમ પરંપરાણુ પોસહसालाए पमायं चईताए के महाणुभागसूरिणो गणिपीडगधारगा संयमे સુવવૃંત” અર્થાત્ ‘સુધર્મ પરંપરાએ પૌષધશાળા પ્રમુખ પરિગ્રહ પ્રમાદ છોડીને અર્થાત્ શિથિલાચારપણું મૂકીને ક્રિયોદ્ધાર કરવાવાળા કોઈ મહાનુભાગ સૂરિ-આચાર્ય પાસે દીક્ષા લેવી જોઈએ” આવું કરવાથી આગમની આજ્ઞાભંગના દોષથી બચી જવાશે. અને એમને આચાર્ય માનવાવાળા શ્રાવકોનું મિથ્યાત્વ પણ વેગળું થઈ જશે અને નરક-નિગોદરૂપ કારાગારની મોજ માણવાનો ભય ટળી જશે; કેમ કે અનાચારીને સાધુ તથા અનાચાર્યને આચાર્ય માનવો તે મોટું મિથ્યાત્વ છે. વળી, પરંપરાગત સંયમી ગુરુ આચાર્યની પાસે ફેરદીક્ષા અને આચાર્યપદ લીધા વિનાનું સાધુપણું કે આચાર્યપદ શાસ્ત્રએ ક્યારેય માન્ય રાખ્યા નથી. જો પૂર્વોક્ત રીતથી આત્મારામજી સાધુપણું કે આચાર્યપણું ધારણ નહીં કરે તો શાસ્ત્રની શુદ્ધ માન્યતા ધરાવતા સાધુ/શ્રાવક એમને કેવી રીતે માનશે ? આત્મારામજી ઉર્ફે આનંદવિજયજીને મિથ્યાત્વરૂપી કાદવમાંથી બહાર કાઢીને સમ્યક્ત્વરૂપ શુદ્ધ માર્ગમાં ચઢાવીને હિતકારક, કરુણાજનક ઉપદેશ શ્રી ધનવિજયજી મહારાજના મુખેથી સાંભળીને અમે સર્વ શ્રાવકમંડળ બહુ આનંદિત થયા. શ્રી ધનવિજયજી મહારાજને અમે પ્રાર્થના કરી કે આત્મારામજીએ “ચતુર્થસ્તુતિનિર્ણય” ગ્રંથ બનાવ્યો તેમાં તેમણે પૂર્વધર પૂર્વાચાર્યોની પરંપરાથી આવેલી ત્રણ થોયનું ખંડન કરી એકાંતે પ્રતિક્રમણની આદિમાં ચોથી થઈ સ્થાપક “ચતુર્થસ્તુતિનિર્ણય” નામક ગ્રંથ બનાવી પ્રગટ કરેલ છે. તે વાંચીને શાસ્ત્રનો અભ્યાસ, વિવેકી અને જાણકાર પુરુષ છે તે તો નહીં ભરમાય પણ કેટલાક અજ્ઞ અને અલ્પ સમજવાળા ભોળા લોકો છે તે ભરમાઈ શકે છે. માટે તેવા ભોળા લોકોને બચાવવા, શાસ્ત્રોક્ત રીતે