________________
૩૧૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
સમ્યગ્દષ્ટિ સુર સ્મરણાધિકાર બારમો. અહીં વંદણવત્તિયાએ ન કહીએ જે માટે દેવતા અવિરતિપણા થકી વાંદવા-પૂજવા યોગ્ય નથી. તે માટે અન્નત્ય ઉસિસએણં કહીએ. અહીં કેટલાક એમ કહે છે કે દેવતાનો કાઉસ્સગ્ગ કરે તો મિથ્યાત્વ લાગે, તે જૂઠું, જેહ માટે શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરાવૃત્તિ મધ્યે તથા શ્રી હેમચન્દ્રાચાર્યકૃત યોગશાસ્ત્રની વૃત્તિ તથા આવશ્યકચૂર્ણિમાં દેવતાનો કાઉસ્સગ્ગ કરવો પ્રગટ કહ્યો છે. મનોરમા શ્રાવિકા સુદર્શન શેઠને ફૂલીનો સંકટ પડે તથા સુભદ્રાએ ચંપાનગરીની પોળ ઉઘાડવાને અવસરે દેવતાનો કાઉસ્સગ્ગ કીધો સાંભળીને કરીએ છીએ. તે સાંભળીને સમ્યદૃષ્ટિને દેવતાઓનો કાઉસ્સગ્ગ કરતાં દોષ નહીં, સમકિતધારીએ કારણે દેવતા આરાધવા, એ ભાવાર્થ જાણવો.
અહીં સમ્યગ્દષ્ટિ દેવતાઓને વાંદવા-પૂજવા નિષેધ્યા ને પૂર્વોક્ત સ્તુતિસ્તોત્રરૂપ સ્તુતિપ્રમુખમાં વાંદવા-પૂજવા કહ્યા તેનો એ ૫૨માર્થ છે કે સ્તુતિઓ બે પ્રકારની શ્રી સિદ્ધસેનદ્વાત્રિંશિકામાં કહી છે. તે પાઠ :
स्तुति द्विधा - प्रणामरूपा असाधारणगुणरूपाच्च । तत्र प्रणामरूपा सामर्थ्यगम्या असाधारणगुणोत्कीर्त्तनरूपा च द्विधा स्वार्थसंपदाभिधायिनी परार्थसंपदभिधायिनी च ॥
એ પાઠમાં પ્રણામરૂપ સ્તુતિ કહી ત્યાં પ્રણામ, નમસ્કાર એકાર્થ છે, તે જૈન ગ્રંથોમાં પાંચ પ્રકારના કહ્યા છે : (૧) મત્સર, (૨) ભય, (૩) સ્નેહ, (૪) પ્રભુતા, (૫) ભક્તિ. એ પાંચ પ્રણામમાંથી પહેલાંના ચાર નમસ્કાર તો સમ્યગ્દષ્ટિ મિથ્યાદષ્ટિ બંનેને પ્રાયે સંસારહેતુએ કરવાં સંભવે. અને સ્નેહ, પ્રભુતા તથા ભક્તિ એ ત્રણ નમસ્કાર પ્રાયે સમ્યગ્દષ્ટિને ધર્મહેતુએ જ કરવા સંભવે. તેમાં પાંચમો વંદનપ્રત્યયરૂપ ભક્તિનમસ્કાર તો બધા વિરતિપ્રમુખને જ સંભવે. ને પ્રણામપ્રત્યયી ભક્તિનમસ્કાર દેશવિરતિ અવિરતિ સમ્યગ્દષ્ટિને પરસ્પર કરવો સંભવે. તેથી પૂર્વોક્ત સ્તુતિસ્તોત્રરૂપ ચોથી થોયમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓને અનુસરીને નમસ્કાર શબ્દ પહેલાંના આચાર્યોએ વાપર્યો છે તે બધા પ્રણામરૂપે જાણવા. તથા ભદ્રબાહુસ્વામીજી ચૌદપૂર્વધકૃત પ્રતિષ્ઠાકલ્પ તથા શ્રી હરિભદ્રસૂરિજીકૃત પ્રતિષ્ઠાકલ્પ તથા