________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
આનાથી ખુશ થઈ જાવરા નવાબે મહોર પરવાના સહિત આપદાગીરીકિરણીયા પ્રમુખ લવાજમ ભેટ ધર્યા. ચોમાસા બાદ માલવદેશમાં વિચરી ફરીવાર પાછા જાવરા પધાર્યા. ત્યાં ધરણેન્દ્રસૂરિએ હિતશિક્ષા અંગીકાર કરી. સંવત ૧૯૨૪ મહાસુદી સાતમની નવ કલમોનો સહીપત્ર મોકલીને સૂરિપદવીની અનુમતિ જણાવી. શિથિલાચાર છોડવાનો પોતાનો પાંચ વરસનો અભિગ્રહ પૂર્ણ થવાથી સંવત ૧૯૨૫ અષાઢ વદી દશમના રોજ રાજેન્દ્રસૂરિએ ત્યાં જ ક્રિયોદ્ધાર કર્યો.
૩૧
હવે તમારે શ્રાવકોએ વિચાર કરવો જોઈએ કે આત્મારામજીની ત્રીજી પેઢીથી ચોથી પેઢીવાળાનો પરિગ્રહ-અસંયમ તો સર્વ સંઘમાં પ્રસિદ્ધ છે. જૈનશાસ્ત્રના મતે એમની સર્વ પેઢી અસંયમી સિદ્ધ થાય છે. કારણ કે આત્મારામજીએ પોતાની બનાવેલ પૂજામાં પોતાની ગુરુપરંપરા આ મુજબ લખી છે :
(૧) સત્યવિજય (૨) કપૂરવિજય (૩) ક્ષમાવિજય (૪) જિનવિજય (૫) ઉત્તમવિજય (૬) પદ્મવિજય (૭) રૂપવિજય (૮) કીર્તિવિજય (૯) કસ્તૂરવિજય (૧૦) મણિવિજય (૧૧) બુદ્ધિવિજય (૧૨) મુક્તિવિજય.
તેમના નાના ગુરુભાઈ આનંદવિજય ઉર્ફે આત્મારામજી. આ સર્વ પેઢીઓ શ્રી ગચ્છાચારબોલપત્રક વગેરે ગ્રંથોના આધારે અને જિનલિંગથી વિરુદ્ધ સાબિત થાય છે. તે ગ્રંથોમાં એલીયાંબર તથા પીળા વગેરે રંગેલા વસ્ત્ર ધારણ કરવાવાળાને ગુરુ-ગચ્છ-આચાર્ય આજ્ઞારહિત અને જૈનલિંગી વિરોધી કહ્યા છે.
પ્રથમ એમની પેઢીમાં સત્યવિજયજી પંન્યાસે ગુરુઆજ્ઞા વિના એલીયાંબર ધારણ કર્યા. ત્યારબાદ કેટલીક પેઢીવાળાએ કાથિયા (કથ્થાઈ) કર્યા. પછી ફટક રંગીલા કેસરીયા કર્યા તે વર્તમાનમાં પહેરે છે. વળી જૈનગ્રંથોમાં તો આચાર્ય-ઉપાધ્યાયની નિશ્રા વિના સાધુ કહ્યા નથી. આત્મારામજીની પેઢીમાં આચાર્ય કે ઉપાધ્યાય થયા નથી. પોતે તપાગચ્છનું નામ ધરાવતા હોવા છતાં તપાગચ્છના આચાર્યોને અસંયમી જાણી તેમની આજ્ઞામાં પ્રવર્તતા નથી. ગણિ પ્રમુખ પદવી પણ પોતાની મેળે ધારણ કરે છે.