________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૯૫ अतो देवसक्खियं भणियं अहवा भवणवणजोइवेमाणिया देवा सट्ठाणत्था चेव अहापवन्नोवहिणा दीवं दीवपज्जवेहिं समुदं समुद्दपज्जवेहिं बहवे नारयतिरियमणुदेवेय विविहभावसंपउत्ते पेच्छमाणा साहुंपि पाणाइवायविरइं पडिवज्जमाणं पेच्छंति विसेसउ तिरियजंगा दिया राउ दिसि विदिसि विदिसासु संचरंतत्ति ॥ तथात्मा स्वजीवः स स्वसंविदितप्रत्यक्षविरतिपरिणामपरिणतः साक्षी यत्र तदात्मसाक्षिकं । इह च ससाक्ष्यं कृतमनुष्ठानमत्यंतदृढं जायत इति साक्षिणः प्रतिपादिताः पृथक्त्वेऽपि प्रतीतमेवैतद्यदुत साक्षिको व्यवहारो निश्चलो भवतीति ॥
ભાવાર્થ :- એ પચ્ચખાણ અરિહંતો વગેરે પાંચની સાક્ષીએ થાય તે પાંચ કયાં કયાં એ કહે છે -
(૧) અરિહંત એટલે જેમણે બધા ભાવ પ્રત્યક્ષ દીઠા છે તેવા તીર્થકર ભગવાન સાક્ષીએ છે. તેમાં ક પ્રત્યય વિધાન અર્થવાચી છે. તેથી “અહંન્તસાક્ષિક” થયું. હવે “મર્દાસાક્ષિાઁ (પ્રત્યીદ્યાન)' એ ક્રિયાવિશેષણ છે. એવું બીજે ઠેકાણે પણ જાણવું. હવે ક્ષેત્રના તથા બીજા ક્ષેત્રના તીર્થંકરો ઊંચા કેવળજ્ઞાનરૂપી પ્રધાન આંખ વડે તે પચ્ચખ્ખાણ કરતાં મને જુએ છે તેથી એ સાક્ષી છે, એમ કહીએ છીએ.
(૨) એ જ રીતે બીજા સિદ્ધ ભગવાન સાક્ષી છે. તે પ્રત્યક્ષ, અતીન્દ્રિયજ્ઞાન ગોચર છે. તેથી તેમનું સાક્ષીપણું કહીએ છીએ. તેમના દિવ્ય જ્ઞાનવડે તેમણે પણ બધા ભાવ પ્રત્યક્ષ દીઠા છે. તેથી સિદ્ધ ભગવાન પણ સાક્ષીરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે બે જણાઓને પ્રત્યક્ષભાવે લોકમાં સાક્ષીવ્યવહારની રૂઢિ છે ને અહીં પચ્ચખ્ખાણ કરનારને તો સિદ્ધ પ્રત્યક્ષ નથી. કારણ કે તેઓ અતીન્દ્રિયજ્ઞાન ગોચર છે. તો તેઓ તે પચ્ચખ્ખાણ કરનારના સાક્ષી શી રીતે કહેવાય ? તે આશંકા દૂર કરવાને કહે છે કે શ્રુતથી વાસિત થયેલી બુદ્ધિવાળા અને સિદ્ધનું સ્વરૂપ જાણનાર એવા પચ્ચખ્ખાણ કરનારને ભાવની કલ્પના વડે સિદ્ધ ભગવાન પ્રત્યક્ષ જોવા જ છે તેથી તેઓ સાક્ષી કેમ ન થઈ શકે ? અર્થાત્ સાક્ષી થાય જ.