________________
૨૬૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર વિજયાનંદસૂરિજીના શિષ્ય પંડિત શ્રી શાંતિવિજયગણિ તચ્છિષ્ય મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિકૃત છે. પણ આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૯૮માં આ ધર્મસંગ્રહ પ્રકરણ શ્રી હીરવિજયસૂરિજીના શિષ્યના શિષ્ય શ્રીમાનવિજય ઉપાધ્યાયજી વડે રચાયેલું છે એવું લખે છે તે મિથ્યા છે. કેમ કે શ્રી હીરસૂરિજીના શિષ્યના શિષ્ય તો શ્રી વિજય તિલકસૂરિજી થયા અને માનવિજયજી ઉપાધ્યાયજી તો શ્રી શાંતવિજય ગણિના શિષ્ય છે તેથી શ્રી હીરસૂરિજીસંતાનીય લખવા જોઈએ. તથા ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૮૮માં ધર્મસંગ્રહનો પાઠ લખ્યો છે તેમાં પૂજાના પાઠમાં સંલગ્ન ત્રણ ભેદનો પાઠ છે તે છોડીને નિકેવળ ચૈત્યવંદનાના ભેદનો પાઠ લખ્યો તે તો ભોળા જીવોને ભરમાવવાને છલ કરી પ્રતિક્રમણમાં ચોથી થાય સ્થાપવાને આત્મારામજીએ લખ્યો હોય એમ સંભવે છે, પણ એવા જૂઠા છલ સંયમી સત્યવાદી તો કદી ન કરે. તોપણ પોતાની મતિકલ્પનાએ શ્રી સંઘાચારવૃત્તિમાંથી અન્ય અન્ય સ્થળના પાઠના ખંડ કરી-કરીને કલ્પિત નવો પાઠ બનાવીને તથા નવ ભેદની ચૈત્યવંદનાનો કલ્પિત યંત્ર બનાવીને શ્રી ધર્મસંગ્રહના પાઠ સાથે પ્રક્ષેપ કરી મહામોટો અન્યાય ઉપાર્જન કરવા ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૧૦માં આત્મારામજી આનંદવિજયજી લખે છે તેવી રીતનો પાઠ તથા યંત્ર ધર્મસંગ્રહ તથા સંઘાચારવૃત્તિમાં નથી. તોપણ તે કલ્પિત પાઠ ભવ્યજીવોને જાણ કરવાને માટે લખીએ છીએ. તેથી બુદ્ધિવંતોને માલુમ પડશે કે એવા મોટા અન્યાય પૂર્વે કોઈએ કર્યા નથી, કરે નહીં અને કરશે પણ નહીં. તેવા મોટા અન્યાય આત્મારામજી કરે છે.
तथा च तत् कल्पितपाठः - संघाचारवृत्तौ चैतद्गाथा व्याख्याने बृहद्भाष्यसंमत्या नवधा चैत्यवन्दना व्याख्याता तथा च तत्पाठलेशः एतावता तिहाओ वंदणयेत्याद्यद्वारगाथागतनुशब्दसूचितं नवविधत्वमप्युक्तं द्रष्टव्यं । उक्तं च बृहद्भाष्ये - चेइवंदणा तिभेआ जहन्नेआ मज्झिमा य उक्कोसा ।