________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૩૫ ભાવાર્થ:- કાલે શુચિ (પવિત્ર) થઈને, ઉત્તમ ફુલો વડે કરીને વિધિયુક્ત સાર સ્તુતિ-સ્તવે મોટી જિનપૂજા હોય તે ગૃહસ્થને જ જાણવી, પણ સાધુને ન જાણવી. કેમ કે સાધુ પૂજા વગેરે દ્રવ્યસ્તવના અધિકારી નથી. એ કહેવે કરી અધિકારીને વિધિ-વિધાનનું કરવું પ્રતિપાદન કર્યું તથા જેમ ગૃહસ્થ પૂજા વગેરે દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવના અધિકારી છે તેમ સાધુ પણ પ્રતિષ્ઠાદિ કારણમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકારી જૈનશાસ્ત્રોમાં કહ્યા છે, પણ તે સ્તુતિ-સ્તોત્રાદિકે પૂજાના નિરંતર અધિકારી છે, તેમ સાધુ નિરંતર ફુલોના દરરોજ દ્રવ્યપૂજાના અધિકારી નથી પણ સ્તુતિ-સ્તોત્રાદિક ભાવપૂજાના અધિકારી છે. તે સ્તુતિ-સ્તોત્રાદિકની ભાવપૂજા સાધુઓને તો બૃહત્કલ્પભાષ્યાદિકની અનેક પૂર્વધર તથા પૂર્વધર પશ્ચાત્કાલવર્તી આચાર્યોના ગ્રંથોમાં ત્રણ થાય સહિત સ્તોત્રાદિકની ભાવપૂજા દરરોજ કરવી સાધુઓને કહી છે. પણ ચોથી થોય સહિત ત્રણ થોયની સ્તોત્રાદિકની કરી દરરોજ ભાવપૂજા સાધુને કરવી કોઈ જૈનશાસ્ત્રમાં કહી નથી, પણ જેમ ગૃહસ્થને પૂજાપ્રતિષ્ઠા વગેરે કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તેમ સાધુને પણ પ્રતિષ્ઠાદિ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદન શ્રી હરિભદ્રાચાર્યજીએ શ્રી પંચાશ કજીમાં તથા શ્રી દેવભદ્રાચાર્યજીએ શ્રી દર્શનશુદ્ધિ મૂળ તથા વૃત્તિમાં પ્રવચનદેવતાના કાયોત્સર્ગના ઉપલક્ષણથી કરવી કહી છે. તે પાઠ :
ततश्च जिनभुवननिष्पत्यनंतरमेव बिंबस्थापनं विधेयं । यदुक्तं - निष्पन्नस्यैवं खलु जिनबिंबस्योदिता प्रतिष्ठानुदशदिवसाभ्यंतरत इति प्रतिष्ठाविधिश्च संक्षेपतः । निष्पन्नस्सयसम्मं तस्स पइट्ठावणे विही एसो सट्ठाणे सुहजोगे अहिवासणमुचियपूयाए स्वस्थाने । यत्र तद् भविष्यति शुभयोगे प्रशस्तचंद्रनक्षत्रलग्नादिसम्बन्धे । अभिवासनं प्रतिष्ठाकल्पप्रसिद्धं उचितपूजया विभवानुसारत इति ततश्च । चिइवंदण थुईवुड्डी उस्सग्गो साहु सासणसुराए । थय सरणपूयकाले ठवणामंगलगपुव्वाओ ॥१॥
૧૯