________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૯૯
સ્તોત્ર-પ્રણિધાન રહિત શક્રસ્તવાંત ઉભયકાળ સંબંધી જિનગૃહમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદના તથા જિનગૃહમાં જિનચૈત્યવંદન સંબંધી સ્તોત્ર-પ્રણિધાન સહિત શક્રસ્તવાંત ઉત્કૃષ્ટચૈત્યવંદના અથવા પ્રતિક્રમણના આદિ-અંત સંબંધી જઘન્યચૈત્યવંદના પૂર્વધર તથા પૂર્વાચાર્ય કરતાં આવ્યાં તે પ્રમાણે અમે પણ કરીએ છીએ અને બીજા પણ કરે છે. પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં સ્તોત્ર-પ્રણિધાન સહિત આત્મારામજીની ચોથી થોયની ચૈત્યવંદના યોગ્ય કહેવાવાળો પોતે અયોગ્યપણાની પદવી પામે તેમ છે. કેમ કે એમની મનકલ્પિત ચૈત્યવંદના ત્રણ ભેદમાં તથા નવ ભેદમાં તથા પાંચ નમુત્ક્રુષ્ણની વાચનાંતર ચૈત્યવંદના એકેમાં પણ મળતી નથી. તેમ પૂર્વે કોઈએ કરી નથી ને વર્તમાનમાં પણ કોઈ કરતાં નથી. તેથી અહો ભવ્ય જીવો ! પૂર્વપક્ષવાદી સાક્ષર છે એવું સંભળાય છે, તે જો સાચું હોય તો પૂર્વધર તથા પૂર્વાચાર્યોની શાસ્ત્રોક્ત પ્રાચીન ત્રણ થોયની ચૈત્યવંદના નિષેધવા અને આધુનિક ચોથી થોય સ્થાપન ક૨વા અર્વાચીન શબ્દનો આચરણારૂપ અર્થ કરવાનું તથા સ્તોત્ર-પ્રણિધાન સહિત પ્રતિક્રમણના આદિ-અંતમાં ચોથી થોયની ચૈત્યવંદના સ્થાપન કરવાનું તેના અંતરમાં આવે જ નહીં. પરંતુ સભા સમક્ષ માનના આવેગથી અન્યથા ભાષણરૂપ એક ગધેડાના પૂંછડાની જેમ પકડાઈ ગયું છે તે હવે તેમનાથી મૂકી શકાય તેમ ન હોય તો સામાન્ય માણસોના વચનપ્રહારરૂપી લાતો ખાઈ-ખાઈને ડાચું ભાગી જશે ત્યારે મૂકશે. તેના કરતાં અત્યારે કદાગ્રહ મૂકી દે તો કોઈ પ્રકારનો તેમને નફો છે. પછી તો તેમની મરજી. અમે તો પૂર્વધર તથા પૂર્વાચાર્યોના વચન જૈનશાસ્ત્રોમાં જેવાં લખ્યાં છે તેવાં સત્યાર્થ જાણીને સંભળાવી દઈએ છીએ. જે ભવભીરુ હશે તે અવશ્ય માની લેશે.
ન
॥ इति श्रीचतुर्थस्तुतिनिर्णयशंकोद्धारेऽपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयछेदनकुठारे कल्पभाष्यगाथोक्तनवविधचैत्यवन्दना
नुयायिनियतानियतविभागोपदर्शितप्रतिक्रमणाद्यंतचैत्यवन्दनाविधिनिषेधोपलक्षितलघुबृहच्छांतिकथनाकथनविचारगर्भितपूर्वपक्षोत्तरपक्षप्रश्नोत्तरनिदर्शनो नाम दशमः परिच्छेदः ॥