________________
૧૬૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર મહાભાષ્યની ત્રેસઠમી ગાથામાં આદિ શબ્દના ગ્રહણ કરવાથી પ્રતિક્રમણના આદિ-અંતમાં જધન્યઉત્કૃષ્ટચૈત્યવંદના કરી પૂર્વોક્ત પ્રકારે પ્રતિક્રમણ ઠાવતાં તથા સમાપ્ત કરતાં અને શ્રાવક તો પ્રાયઃ “સંપતિપૂગોપીરઇત્યાદિ શ્રી હરિભદ્રસૂરિજીકૃત લલિતવિસ્તરા વૃત્તિના વચનથી તથા શ્રી શાંતિસૂરિજી કૃત પૂર્વોક્ત ચૈત્યવંદનમહાભાષ્યની ૬૨મી ગાથાના કથનથી જિનપ્રતિમાની અગર, ધૂપ, પુષ્પ, ગંધ આદિથી સમયને ઉચિત પૂજા કરી, ઉભયકાળમાં સ્તોત્ર-સ્તુતિએ ત્રણ થોઈથી ઉત્કૃષ્ટચૈત્યવંદનાને અંતે જિનગૃહવાસી દેવદેવીને સંબોધવાને તથા વૈયાવચ્ચ આદિ કૃત્યના ઉપયોગ દેવાને અર્થે વેયાવચ્ચગરાણે કાઉસગ્ગ કરી સમ્યગ્દષ્ટિ દેવતાનું તથા નિત્યક્ષ આદિનું બહુમાન યથાશક્તિ ઉત્કૃષ્ટચૈત્યવંદનાના ત્રણ ભેદ ચોથી થોય સહિત સાધર્મિક વાત્સલ્યરૂપ કરતાં. શ્રી ચૈત્યવંદનમહાભાષ્યમાં તેમજ કહ્યું છે કે, તે પાઠ : जिणवंदणावसाणे, जिणगिहवासीण देवदेवीणं । संबोहणत्थमहुणा, काउस्सग्गं कुणइ एवं ॥७८५॥ एमाइ कारणेहिं, साहम्मियसुरवराणवच्छलं । पुव्वपुरिसेहिं कीरइ, न वंदणा हेउमुस्सग्गो ॥७८६॥ पारयकाउस्सग्गो, परमेठीयं च कयनमुक्कारो । वेयावच्चगराणं, देज्ज थुईजक्खपमुहाणं ॥७८८॥
એ ત્રણ ગાથાનો ભાવાર્થ આગળ લખાશે. તેથી અહીં ઉપર લખ્યા પ્રમાણે જાણવું તથા પૂજાના અભાવે ઉભયકાળ સાતમી વંદના સ્તોત્રપ્રણિધાન રહિત કરી પ્રતિક્રમણના આદિ-અંતમાં જઘન્યનો ઉત્કૃષ્ટ ભેદ કરી ઠાવતાં તથા સમાપ્તિ કરતાં તથા વળી તેમજ વર્તમાનપૂર્વકાલવર્તી પૂર્વાચાર્યોને વારે પણ, इह साहु सड्ढो वा चेइयगेहाइ उचियदेसंमि । जहजोगं कयपूओ, पमोयरोमंचियसरीरो ॥२६३॥ ભાવાર્થ :- એ છે જે સાધુ અથવા શ્રાવક પ્રમોદ રોમાંચિત થકો ચૈત્યના