________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૬૩ કેમ કે આત્મારામજીને સમજાવવા મહાવિદેહક્ષેત્રથી કેવલી ભગવંત તો આવે એવી સંભાવના નથી તો તેમણે પૂર્વધર અને પૂર્વાચાર્યના વચન ઉપર જ શ્રદ્ધા રાખવી જોઈએ. તે તો તેમને છે નહીં, તો તેમની વાત કોઈપણ સમ્યગ્દષ્ટિ પુરુષ માનશે નહીં.
॥इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारेऽपरनामनि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयछेदनकुठारे पूर्वधरानुयायिनविविधचैत्यवन्दनास्वरूपनिदर्शनो नाम नवमः परिच्छेदः ॥
પ્રશ્ન :- શાસ્ત્રોમાં ત્રણ થોયની ચૈત્યવંદના લખી છે તે મહાભાષ્યમાં નવ ભેદની ચૈત્યવંદના કહી તેનો છઠ્ઠો ભેદ છે અને તે ચૈત્યપરિપાટીમાં કરવાની કહી છે. તમે જે કલ્પભાષ્યની ગાથાનું આલંબન લઈ ચોથી થોયનો તથા પ્રતિક્રમણમાં પણ ચોથી થોયનો નિષેધ કરો છો તે દહીંના બદલે કપાસ ખાઓ છો.
જવાબ:- હે દેવાનુપ્રિય ! અમો તો જેવી રીતે પૂર્વધર, પૂર્વધર અનુયાયી તથા પૂર્વધર અનુયાયી પૂર્વાચાર્યના ગ્રંથમાં લેખ તથા તેઓની આચરણા છે તે બંનેને સત્ય માનીએ છીએ, પરંતુ તે સૌમ્ય ! તમને બૃહકલ્પની ગાથાના યથાર્થ તાત્પર્યની જાણ નથી. તેથી તમે ચાર થોય-ચાર થાય પોકારો છો. કેમ કે મહાભાષ્યમાં નવ ભેદની ચૈત્યવંદના કહી છે તેમાં તો તમારી ચોથી થાયનો છઠ્ઠો ભેદ જ કહ્યો નથી, તો “વિક્રમો નાતિ લુad: શિક્ષા' એ ન્યાયથી તથા મહાભાષ્યના કથનથી છઠ્ઠા ભેદમાં ચોથી થાય જ સિદ્ધ ન થઈ. કેમ કે ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૧૮ પર તમારા હાથથી જ છઠ્ઠો ભેદ ત્રણ થોયની ચૈત્યવંદનાનો કહ્યો છે, તો પ્રતિક્રમણની ચોથી થાય તમારા હાથથી જ નિષેધ થઈ છે, તો અમે શા માટે નિષેધ કરીએ ? કેમ કે મહાભાષ્યની એકસઠમી ગાથામાં ઉભયકાળમાં શક્તિ હોય તો ત્રણ ભેદની ઉત્કૃષ્ટચૈત્યવંદના કરવી કહી અને તમે ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૯૨ પર ઉત્કૃષ્ટચૈત્યવંદનાના ત્રણ ભેદ લખ્યા તે પ્રમાણે તમારા દાદા-પરદાદાએ પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં કર્યું નથી અને હમણાં પણ તમારી કલ્પિત પરંપરામાં કરતાં નથી. તથા તમે લિંગ બદલાવ્યો