________________
૧૬૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર જૈનશાસ્ત્રોમાં યુગલ એટલે બે એવો અર્થ લખ્યો છે, પણ ચાર એવું ક્યાંય લખ્યું નથી.
તેથી ભાષ્યની અઠ્ઠાવનમી ગાથાના પ્રથમ પદમાં પૂર્વવંદનાના વિશે ત્રણ થોય જે કહી તે યુગલ કહેતાં બે વાર, યુગલેણ કહેતાં જોડલે કરીને અર્થાત્ થાય છ કરીને તથા થોયયુગલ કહેતાં એક અધિકૃત જિન અને બીજી જ્ઞાનની વંદનાત્મક એ બે થોય, જુયલેણે કહેતાં બે વાર કહેવે કરીને એટલે સિદ્ધાંતભાષાએ યુગલ શબ્દ થાય છે કરીને આઠમી વંદના થાય, પણ આઠ થાયથી ન થાય. અને સંકેતભાષાએ યુગલ શબ્દનો અર્થ ચાર ગ્રહણ થાય, પણ ચતુર્થસ્તુતિનિર્ણયના ૯૧મા પાના પર ચૈત્યવંદનલઘુભાષ્યની સંઘાચારવૃત્તિમાંથી વાક્ય ચૂંટી-ઘૂંટીને આત્મારામજીએ પાઠ લખ્યો છે તે વૃત્તિમાં તો શ્રી ધર્મકીર્તિઉપાધ્યાયજીએ સંકેતભાષાએ ચોથી થાય ઠામઠામ દર્શાવી અને ચૈત્યવંદનાના નવભેદ સિદ્ધાંતભાષાએ દર્શાવ્યા છે. પણ આત્મારામજીએ પોતાની મતિકલ્પનાથી ફક્ત સંકેતભાષા ગ્રહણ કરી ચૈત્યવંદનાના નવભેદનો યંત્ર લખ્યો તેમાં છઠ્ઠા ભેદમાં ઠેકાણે કેવળ ચાર થોય ગ્રહણ કરી છે. તોપણ પાના ૧૮ પર સંઘાચારમહાભાષ્યના છઠ્ઠો ભેદમાં ત્રણ થાય ગ્રહણ કરી છે પણ ચોથી થોય ગ્રહણ કરી નથી. તો સાતમા-આઠમા-નવમા ભેદમાં ચાર થાય તથા આઠ થોયનું ગ્રહણ કરવું તે તો આત્મારામજીની “કૂતરાના શિંગડા..” જેવી વાત છે. કેમ કે એક ભેદમાં ત્રણ થોય ગ્રહણ કરવી અને એક ભેદમાં ન ગ્રહણ કરવી તે શું બુદ્ધિમાનનું કામ છે ? વધુ વિસ્તારથી સર્યું.
પ્રશ્ન :- પંચાશકમાં પૂ. હરિભદ્રસૂરિજીએ ત્રણ પ્રકારની ચૈત્યવંદના કહી છે, નવ પ્રકારની કહી નથી. તો આ નવ પ્રકારની ચૈત્યવંદના પંચાશક અનુસાર ન હોવાથી કેવી રીતે મનાય ?
જવાબ :- જુઓ આ શાસ્ત્રપાઠ. માષ્ય – एएसिं भेयाणं, उवलक्खणमेव वत्तिया तिविहा । हरिभद्दसूरिणाविहु, वंदणपंचासए एवं ॥६५॥