________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૫૯ ગાથાના અર્થમાં લખે છે કે, છ ભેદ મૃતક સાધુને પરઠવ્યા પછી કરવા એવું લખીને તો વિદ્વાનોને તો પરસ્પર વિરુદ્ધ ભાષણ થયા વિના રહે જ નહિ. કેમ કે મૃતક સાધુના પરઠવ્યા પછી ચૈત્યવંદના કરવી તેમાં તો ભાષ્યકાર આદિકોએ સ્તોત્ર આદિ કહેવા કહ્યા છે. તો તે મધ્યમ ઉત્કૃષ્ટનો ત્રીજો ભેદ અને પૂર્વોક્ત નવ ભેદમાંનો છઠ્ઠો ભેદ કેમ ગણાય ? તેથી અહીં ભાષ્યની ત્રેસઠમી ગાથાના અર્થમાં કાલગ્રહણ આદિ તથા પ્રતિક્રમણના આદિ-અંતમાં ચૈત્યવંદના કરવી એ જ અર્થ ગુરુપરંપરાએ આવેલો સિદ્ધ થાય. પણ આત્મારામજી મનકલ્પિત અર્થ ન થાય.
તથા અહીં ભાષ્યની સત્તાવનમી ગાથામાં મધ્યમ-ઉત્કૃષ્ટભેદની ચૈત્યવંદનાને શકસ્તવ આદિથી યુક્ત કરી ઉત્કૃષ્ટજધન્યચૈત્યવંદનાનો સાતમો ભેદ દર્શાવ્યો તેમાં ભાષ્યકારે જિનમુનિચંદન, પ્રણિધાન, સ્તવન તથા પ્રાર્થના પ્રણિધાન આદિ સૂચન કર્યા તે ગ્રહણ થાય પણ ચોથી થાય સૂચન જ કરી નથી તો ગ્રહણ કેમ થાય ? પણ આત્મારામજી ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૧૮ પર ચૈત્યવંદનાનો સાતમો ભેદ ચાર થોયથી લખે છે તે પોતાની બુદ્ધિકલ્પનાથી ભાષ્યની વિરુદ્ધ લખે છે. કેમ કે થોય નમુત્થણ પહેલાં કહેવાય છે, પછી કહેવાતી નથી. તો આદિ શબ્દથી ચોથી થાય ગ્રહણ કેમ થાય? અને “ક્ષત્રિય સક્ષથçિનુયા” એ ગાથાના પદને બદલે “ વ્યય સિદ્ધથયારૂનુયા” એવું પદ ભાષ્યકારે ધારણ કર્યું હોત તો આત્મારામજીના કહેવા પ્રમાણે ચોથી થોઈથી સાતમી વંદના સિદ્ધ થાત, પણ એવું પદ ભાષ્યમાં દેખાતું નથી.
તેથી ત્રણ થોયની છઠ્ઠી વંદના નમુત્થણના અંત સુધી તથા દંડક જ પ્રણિધાનરૂપ, ત્રણ શ્લોકયુક્ત ત્રણ થાય અથવા “ઘંટાલાલા”ન્યાયે કરી પુનઃ નમુત્થણે આદિ શબ્દથી એટલાએ યુક્ત કરીએ ત્યારે સાતમી વંદના થાય. પણ જાવંતિ પ્રમુખ યાવત્ જયવીયરાય સુધી સાતમી ચૈત્યવંદનાને આદિ શબ્દથી જેમ આત્મારામજીએ ગ્રહણ કરી તેમ ગ્રહણ કરતાં આઠ થોય અને જાવંતિ પ્રમુખ પાવતુ જયવીયરાય પર્યત, આઠમી ચૈત્યવંદના પણ થાય. પણ તે ભાષ્યથી વિરુદ્ધ થાય. કેમ કે ભાષ્યગાથામાં આઠમી વંદનામાં જાવંતિપ્રમુખ જયવીયરાય પર્યત અક્ષર દેખાતાં નથી. તથા આઠમી