________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
૧૫ યતિ લોકોની પાટપરંપરામાં શિથિલાચારની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલે છે અને અમુક યતિ લોકોની પાટપરંપરામાં થોડા સમયથી ચાલુ થઈ છે. રવિસાગરજીના ગુરુ શ્રી નેમસાગરજી ત્યાગી-વૈરાગી હતા. તેઓશ્રી મયાસાગરજીની પેઢીમાં થોડા કાળની શિથિલાચારની પ્રવૃત્તિ દેખી શ્રી મયાસાગરજીને પરિગ્રહત્યાગ ન કરાવી પોતે ગુરુ ધાર્યા, પણ જ્ઞાનબળ ઓછું હોવાથી લોકોનો પરિષહ સહન ન થવાથી લિંગ બદલાવેલ સંભવે છે.
આત્મારામજી તો વિદ્વાનપણાનું અભિમાન ધારણ કરી, ઢેઢકમતમાંથી નીકળી કુલિંગપણું ધારણ કર્યું, પણ કોઈ સંયમી ગુરુ પાસે નવી દીક્ષા લીધી નથી. તેઓ બુટેરાયજીના શિષ્ય થયા એટલે ફેર દીક્ષા લીધી તેમ કહો છો, પણ એ તો બુકસ વાવીને બીજોમ કરી શૂન્યની મુઠી ભરવાની ઇચ્છા કરો છો, કેમ કે બુટેરાયજી ઉર્ફે બુદ્ધિવિજય તો ઢંઢકમતમાંથી આવેલા. તેમણે મુહપત્તિની ચર્ચા છપાવીને દેશાવરમાં પ્રસિદ્ધ કરેલી. તેમાં લખે છે કે “મારી શ્રદ્ધા તો શ્રી યશોવિજયજી સાથે ઘણી મળે છે. જે ઉપાધ્યાય યશોવિજય નામ એટલે તપાગચ્છ તેમ મને પણ નામમાત્રથી તપાગચ્છનો કહેવો જોઈએ. મેં યશોવિજયજીનો અનુરાગ કરી લોકવ્યવહારમાત્ર સામાચારી ધારણ કરી છે. અમદાવાદમાં સોભાગવિજય તથા મણિવિજય પાસે ગચ્છ ધારીને હું મૂલચંદ તથા વૃદ્ધિચંદ શેઠની ધર્મશાળામાં ચાલ્યા આવ્યા. એ તો એમની સાથે મારા સંબંધથી મેં કર્મયોગે પાંચમા કાળમાં જન્મ લીધો. વૈરાગ્ય પણ આવ્યો. ગુરુ સંજોગે ન મળ્યા તે પાપનો ઉદય.”
આવા બુટેરાયજીના વચન જોતાં શ્રી બુટેરાયજીએ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયને પરોક્ષભાવથી ગુરુ ધારણ કરી ફરી લોકવ્યવહારમાત્રથી તપાગચ્છની સામાચારી અંગીકાર કરી, પણ કોઈ પાસે ઉપસંપદ એટલે કે ફેર દીક્ષા લીધી નથી.
કોઈ કહેશે કે સોભાગવિજયજી તથા મણિવિજયજી પાસે ગચ્છ ધારણ કર્યો તે જ ઉપસંપદ ગ્રહણ કરી તેમ સમજવું. એમ કહેવું પણ મિથ્યા છે; કારણ કે રૂપવિજયજીએ રૂપસી પદમસીના નામની હુંડીઓ ચલાવી તેમ સોભાગવિજયજી પણ હુંડીઓ ચલાવતાં, એક જ ઠેકાણે રહેતાં. ક્યાંક