________________
૧૩૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સંથારકપ્રવ્રયાને મરણોત્તર સુધી ગ્રહણ ન કરે અને અનશન કરતાં કરતાં દેશવિરતિપણું તથા અવિરતિપણું ધારણ કરે. ૫૯ જિનપ્રતિમાની યથાશક્તિ સત્તરભેદી પૂજા કરીને ઊભો થઈને એકસો આઠ કાવ્યોથી સ્તવના કરીને //૬૦ના જમણો ઢીંચણ જમીન પર સ્થાપી, ડાબો ઢીંચણ ઊભો કરી જમીનને ત્રણ વાર મસ્તક અડાડીને /દા દશ નખ ભેગાં કરીને અંજલિ મસ્તકે ચઢાવીને નમુત્થણંથી જિનને વાંદે, આમ ચૈત્યવંદનદ્વાર નામે ચૌદમો દ્વાર વખાણ્યો /૬ રા.
તથા અવંતી, થરાદ, અમદાવાદ વગેરે શ્રીસંઘના જ્ઞાનભંડારમાં ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી કૃત “વંદનપયો” તેમાં પણ સાધુ-શ્રાવકને ઉદ્દેશીને ત્રણ થોયની ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કરી છે. તે પાઠ :
दव्वाभावे सड्डो, करेइ णिच्चं जिणंदपडिमाणं । पुरओ ठिच्चा भावपूआ साहुव्व संसुद्धा ॥१७॥ महुरघुणिमरकलिअं, संपत्ता मुक्ख जाव जे अ जिणा । ठवणावंदणहेऊ भावविसुद्धिसु इह गइआ ॥१८॥ काऊण उड्डकायं, अरिहंतचेइअ दंडसंपढइ । वंदणयाइ फलट्टे, उस्सग्गे पुण होइ जिणमुद्दा ॥१९॥ चत्तारि अंगुलाई, पाओ पुरो हीण पच्छिमो जत्थ । वित्थारे जिणमुद्दा, उवओगटुं अणुट्ठाणं ॥२०॥ उगणवीसदोसवज्जं, झाणदुरुद्दविमुक्कसज्झाणं । विग्गोसग्गे ठिच्चा, अद्भुस्स सा जहणणेणं ॥२१॥ पूरइणमुयारेणं, एगोसुद्धक्खरेण संथुत्ति । एगसिलोगिय अहवा, वड्डन्ति मूलनाहस्स ॥२२॥ निउणोवमाइ कित्तिसज्झुअ, गुणासु जे अलंयारा । ललिअरकरेण पएण, सरेण वड्डेण सा थुत्ति ॥२३॥