________________
૧૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના क्रमशश्चैत्राबालकगच्छेकविराजराजिनभसीव । श्रीभुवनचन्द्रसूरिर्गुरुरुदियाय प्रवरतेजाः ॥४॥ तस्य विनेयः प्रशमैकमन्दिरं देवभद्रगणिपूज्यः । शुचिसमयकनकनिकषो, बभूवभूतिविदितभूरिगुणः ॥५॥ तत्पादपद्मभृगाः निस्संगाश्चंगतुंगसंवेगाः । संजनितशुद्धबोधा: जगति जगच्चन्द्रसूरिवराः ॥६॥ तेषामुभौ विनेयौ श्रीमान् देवेन्द्रसूरिरित्याद्यः । श्रीविजयचन्द्रसूरिर्द्वितीयकोऽद्वैतकीर्तिभरः ॥७॥ स्वान्ययोरुपकाराय श्रीमद्देवेन्द्रसूरिणा । धर्मरत्नस्य टीकेयं, सुखबोधा विनिर्ममे ॥८॥ આવા ભવભીરુ મહાત્માઓએ પાળેલ આજ્ઞા પાળવાની અમારી પણ અભિલાષા છે.
શ્રાવકોનો પ્રશ્ન :- આત્મારામજી તો “ચતુર્થસ્તુતિનિર્ણય” પ્રસ્તાવનાના પાના નંબર ૮૯ ઉપર લખે છે કે રાજેન્દ્રસૂરિ પ્રથમ તો પરિગ્રહધારી - મહાવ્રત રહિત યતિ હતા. જો કે પાછળથી નિગ્રંથપણું અંગીકાર કરી પંચમહાવ્રતરૂપ સંયમ ગ્રહણ કરેલ છે. પણ કોઈ સંયમી ગુરુની પાસે ફરી દીક્ષા લીધી નથી. પહેલાં તો એમના ગુરુ પ્રમોદવિજયજી યુતિ હતા, તે સંયમી ન હતા. તે વાત મારવાડના ઘણા જ શ્રાવકો સારી રીતે જાણે છે. આમ અસંયમીની પાસે દીક્ષા લઈ ક્રિયોદ્ધાર કરવો તે શાસ્ત્રની વિરુદ્ધ છે. તો આપે રાજેન્દ્રસૂરિની ગુરુ-ગચ્છ પ્રવૃત્તિ આગમઆજ્ઞાએ શું શુદ્ધ જાણી તેમની પાસે દીક્ષા લીધી તે સમજણ પાડો.
ધનવિજયજીનો જવાબ :- હે મહાનુભાવો ? આત્મારામજીનું લખવું, બોલવું તે “વાંઝણીને છોકરાં” જેવી વાત છે. કારણ કે તેમના લખ્યા મુજબ તો વર્તમાનકાળના સર્વ યતિ અને પૂજ્યો મહાવ્રતરહિત અને અસંયમી ગણાય. તેમજ વર્તમાનકાળમાં પીળા કપડાં પહેરી સંવેગી તથા