________________
ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર
આવશ્યક બૃહદ્વૃત્તિમાં પણ શ્રી હરિભદ્રાચાર્ય ત્રણ થોય લખે છે. તે
પાઠ :
ततो आगम्मचेइए गच्छन्ति चेइयाणि वंदित्ता संतिनिमित्तं अजियसंतित्थओ परियट्टिज्जई तिन्नि वा थुइओ परिहायंतीओ कडिज्जति ।
અર્થ ઉપર મુજબ છે. આમાં પણ ત્રણ થોયનો સ્પષ્ટ ઉલ્લેખ છે. મહર્ષિના શાસ્ત્રમાં પણ ત્રણ થોયની જ વાત છે. તે પાઠ : ततश्चैत्यगृहे आगत्य चैत्यानि वंदित्वा शांतिनिमित्तं शांतिस्तवं पठित्वा स्तुतिश्च हीयमाना भणित्वा १ आचार्योऽतिके आगत्य ઞવિધિપારિષ્ઠા-પનિળી વ્હાયોત્સર્ગ: હાર્ય:॥
૧૧૬
અર્થ :- પછી દેરાસરમાં આવી ચૈત્ય વાંદી શાંતિના અર્થે શાંતિસ્તવ કહી હીયમાન (હીયમાન એટલે વર્ધમાન કરતાં હતાં તે) સ્તુતિ કહી આચાર્ય પાસે આવે. પછી અવિધિ પારિકાવણિયાનો કાઉસ્સગ્ગ કરે. આમાં હીયમાન કહેવાથી ત્રીજી થોય પહેલી કહેવી એમ છે.
આવશ્યક અવસૂરિમાં પણ દેરાસરમાં ત્રણ થોય કહેવી કહેલ છે. તે
પાઠ :
तत आगम्य चैत्यगृहे विपर्यस्तं देवा वंदित्वाचार्यपाश्र्वाऽविधि પારિષ્ઠપનિાયા: જાયોત્સર્જ: યિતે ॥
પછી દેરાસર આવીને અવળા દેવ વાંદે. (એટલે કે ત્રીજી થોય પ્રથમ કહે અને પહેલી થોય છેલ્લે કહે.) પછી આચાર્ય પાસે આવી અવિધિ પરઠવવાનો કાઉસ્સગ્ગ કરે. બીજી અવસૂરિમાં પણ એમ જ કહેલ છે.
તથા આવશ્યકદીપિકામાં પણ ત્રણ થોય હીયમાન કહેલ છે. તે પાઠ : तत्रैव स्थंडिले क्रियमाणे उत्थानादयो दोषाः स्युः ततो ग्राममागम्य चैत्यं गत्वा नत्वा शांत्यै तीर्थम् जितशांतिस्तवो गुण्यः तिन्नि वा थुईओ परिहायंतीओ कड्ढिज्जन्ति ततो गुरुपार्श्वमेत्याविधिपारिष्ठापनिकाया: कायोत्सर्गः कार्यः सप्तविंशतिरुच्छ्वासाः । एष