________________
૧૦૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૪) રત્નશેખરસૂરિજીએ શ્રાદ્ધવિધિપ્રકરણમાં. (૫) મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પ્રતિમાશતકમાં. (૬) શ્રી માનવિજયજી ઉપાધ્યાયે ધર્મસંગ્રહમાં. (૭) શ્રી જિનદત્તસૂરિએ સંદેહદોહાવલીમાં. (૮) દેવસૂરિના શિષ્ય શ્રી નેમિચંદ્રસૂરિએ પ્રવચનસારોદ્ધાર મૂળમાં. (૯) શ્રી સિદ્ધસેનસૂરિએ પ્રવચનસારોદ્ધાર વૃત્તિમાં. (૧૦) શ્રી કુલમંડનસૂરિએ વિચારામૃતસંગ્રહમાં. (૧૧) શ્રી સોમસુંદરસૂરિએ લઘુભાષ્ય અવચૂરિમાં. (૧૨) શ્રી ધર્મઘોષસૂરિએ સંઘાચારવૃત્તિમાં.
આ તમામ મહાપુરુષોએ નિશ્રાકૃત હોય કે અનિશ્રાકૃત તમામ દેરાસરમાં ત્રણ થોય કહેવાનું કહેલ છે. આના સિવાય અન્ય અનેક આચાર્યોએ પણ તે મુજબ કહેલ છે.
તે સર્વે આચાર્યોની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરાથી હજારો આચાર્યોએ ત્રણ થઈ માન્ય કરી છે તે માટે અમને મોટું આશ્ચર્ય તો એ થાય છે કે પુણ્યોદયથી ઢંઢકપણું છોડી આત્મારામજી એ ભસ્મગ્રહની અસર હેઠળ આવી ગયા અને હજારો મહાપુરુષો, આચાર્યોની પરંપરા તથા શ્રી સંઘથી વિરુદ્ધ પંથ ચલાવી તથા વિરુદ્ધ પ્રરૂપણા કરી. દશ દષ્ટાંતને દુર્લભ એવો માનવભવ પામેલા ભોળા માનવને રૂઢી પરંપરાનું વ્હાનું બતાવી, પૂર્વાચાર્યોના વચનો ઉલ્લંઘી, વિપરીત શ્રદ્ધા કરાવી પોતાના આત્માને ડૂબાડવાની બીક ન રાખતાં શરણે આવેલા જીવોના ભાવપ્રાણનો નાશ કર્યો અને તે નુકસાનમાં પણ વિજયનો અહંકાર છે. આ વ્યવહાર કરી કેવી દુર્ગતિ પામવાની ઇચ્છા હશે ! હું બીજું કાંઈ લખી શકતો નથી, પરંતુ સ્વયંની દુર્ગતિ જાણીને સત્ય તારક ધર્મ સ્વીકારે તે યોગ્ય છે. પણ શરણે આવેલ પણ ભવભ્રમણાઓ વળગેલી રહેશે. માટે જીવોના ઉપકાર અર્થે ગણધર, પૂર્વાચાર્ય, બહુશ્રુતધરો વગેરે દ્વારા રચિત સૂત્રો જાણશે અને એકાંત છોડશે તો પ્રભુશાસનમાં પ્રવેશ મળશે.