________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
चतुर्विंशतिस्तवकथने शक्रस्तव १ अर्हच्चैत्यस्तव २ चतुर्विंशतिस्तव ३ श्रुतस्तव ४ सिद्धस्तव ५ सर्वचैत्यस्तव ६॥
આ પાઠમાં સિદ્ધસ્તવ ધ્રુવ-અધ્રુવ સ્તુતિરૂપે કહેલ છે. તેથી પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ન અધ્યયનમાં સ્તવ કહેવાય છે. ચૈત્યવંદનમાં સ્તવ સ્તુતિરૂપે કહેવાય છે. એટલે ધ્રુવસ્તુતિના દેવવંદનમાં સ્તુતિરૂપે ગ્રહણ કરાય છે અને અધુવસ્તુતિના દેવવંદનમાં કોઈ આચાર્ય સ્તવરૂપે ગ્રહણ કરે છે. તેથી અહીં સિદ્ધાણં બુદ્ધાણંને સ્તવ કહેલ છે. પણ ઘણું કરીને સર્વચેત્યસ્તવ છે. તે પાંચ સ્તવ તથા પાંચ દંડકાં આગમન્યાયે આચાર્યોએ ચતુર્થસ્તવ ગ્રહણ કરેલ છે. કારણ કે આચારદિનકરમાં સર્વ સ્તવને અંતે સિદ્ધસ્તુતિ એટલે સિદ્ધાણં બુદ્ધાણં કહેવાનું કહેલ છે. તે પાઠ :
सर्वस्तवप्रान्ते सर्वसिद्धिदायकानां सिद्धानां स्तुतिरभिधीयते परमार्थेन जगद्वंद्या भगवन्तोऽर्हतोऽपि सिद्ध एव न तु ते स्वकायेन सर्वदैव विहरंति अत एवोच्यते सिद्धाणं बुद्धाणं इत्यादि ॥
આ પાઠમાં સર્વ સ્તવના અંતે એ કહેવાથી પાંચ સ્તવના છેડે સર્વ સિદ્ધિદાયક સિદ્ધની સ્તુતિ કરવી કહી છે. તેથી સિદ્ધાણં બુદ્ધાણં દંડક સ્તવ
સ્તુતિરૂપે છે. તે માટે ચોથે સર્વ ચૈત્યસ્તવ કહી કાઉસ્સગ્ગ પારી સ્તુતિ કહી પાંચમું શ્રુતસ્તવ કહે એમ પાંચ દંડક કરી દેવવંદના પૂર્વાચાર્યોના કથનથી સંભવે છે. પછી ગીતાર્થ કહે તે પ્રમાણ. પણ ચોથી થોયનો દંડક સ્તવ શ્રી મહાનિશીથમાં કહેલ નથી.
પ્રશ્ન :- જેમ અરિહંતસ્તવને ચૈત્યસ્તવ સાથે ગણ્યો તેમ શ્રુતસ્તવને સિદ્ધસ્તવ સાથે ગણવાથી ચતુર્થસ્તુતિનો વેયાવચ્ચગરાણે પાઠ પણ ભેગો આવ્યો તેમ માનીએ તો શું વાંધો ?
જવાબ :- હે આર્ય, શીંગડા અને પૂંછડા વિનાના પશુ જેવો માણસ, પૂર્વાચાર્યોના લેખ વિના પોતાની મતિકલ્પનાથી આવી ભેળસેળ કરે તો તે દીર્ધસંસારી થાય. અરિહંત ચૈત્યસ્તવ અને સર્વ ચૈત્યસ્તવ તો સાદેશ્ય પાઠથી ભેગા ગણાય, પણ શ્રુતસ્તવ સિદ્ધસ્તવનો સાદશ્ય પાઠ નથી. તેથી ભેગા