________________
૮૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તેમાં ૨૧ ૨૨ ગ્રંથો તો પંચાંગીના છે. તેમાં ચાર થોયનો ઉલ્લેખ જ નથી. પણ કેટલાકમાં ત્રણ થોયનો ઉલ્લેખ છે. વળી શ્રુત અને ક્ષેત્રદેવતાની થાય કરવાની કોઈ વાત જ નથી.
ત્રણ થાય પંચાંગીના કર્તાના છે. તેમાં પણ ચાર થોય કે દેવ-દેવીની સ્તુતિની વાત જ નથી. પણ ચોથી થાય નવીન કહીને ત્રણ થાય સ્થાપન કરી છે. લલિતવિસ્તરા અને ચૈત્યવંદનમહાભાષ્ય તે પંચાંગી કર્તાના ગ્રંથો છે તેવું એકાંતે સિદ્ધ થતું નથી. વળી તે ગ્રંથોમાં પણ પૂજાદિ વિશિષ્ટ કારણે જ ચાર થોય કહેલ છે.
બાકીના ૩૬/૩૭ ગ્રંથો છે તેમાંના કેટલાક ગ્રંથમાં ચોથી થોય પૂજાદિ કારણે કરવાની કહી છે. દેરાસરમાં ત્રણ થાય કહેવી તેવું પણ કહેલ છે. કેટલાકમાં કાઉસ્સગ્ગ કે થોય કંઈ કહ્યું નથી અને કેટલાકમાં કહ્યું છે. આમાંથી કેટલાક ગ્રંથો ગચ્છાંતર પૂર્વકાલ નિકટવર્તી આચાર્યોના છે ને કેટલાક ગઠ્ઠાંતરવર્તી આચાર્યોના કહેલા છે. કુલ ૬૪/૬૫ ગ્રંથો થાય છે. પણ ફરી-ફરી તે ગ્રંથોની સાક્ષી આપી ૮૨ ગ્રંથોના નામ લખ્યા છે, તે લોકોને ભરમાવવા માટે, તેવી સંભાવના કરી શકાય. પણ તેનાથી એકાંતે ચોથી થોય સિદ્ધ થતી નથી ને ત્રણ થોય ઉત્થાપાતી નથી. ભવ્ય જીવોએ તો પોતાના બોધિબીજનું રક્ષણ કરવા - તટસ્થ નજરે પૂર્વાચાર્યના વચન પ્રમાણ કરી સાવદ્ય નિરવદ્યની ખોલના કરવી એ જ કલ્યાણ છે. એ પ્રમાણે તત્ત્વ છે. || ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર અપરામ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ગ્રંથમાં સૂત્રાગમ-અર્થીગમ તથા પૂર્વધરગીતાર્થકૃત સૂત્રાગમઅર્થાગમ બહુશ્રુતગીતાર્થકૃત અર્થાગમ આચરણાથી ત્રણ થોથી ચૈત્યવંદના પ્રશ્નોત્તર અને ચતુર્થસ્તુતિનિર્ણયઉક્ત ગ્રંથ-ગ્રંથકર્તામાન્ય નિદર્શન નામનો છઠ્ઠો પરિચ્છેદ સમાપ્ત થયો. //
પૂર્વપક્ષ (પ્રશ્નો - ત્રણ થાયથી ચૈત્યવંદન કરવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે ? ઉત્તરપક્ષ (જવાબ) :- ગણધર-પૂર્વધર-બહુશ્રુત તથા સામાન્ય બહુશ્રુતના