________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૭૯
સૂરિપદ પર હતા, સં. ૧૨૨૯ના વર્ષે દેવલોક થયા. આત્મારામજી આ મુજબ કરતાં નથી.
(૫૪) સંઘાચાર ભાષ્યવૃત્તિ (ધર્મઘોષસૂરિકૃત) : ૧૬
એમાં દેરાસરમાં પૂજાદિ ઉપચારે ચાર થોય કહી છે. પ્રતિક્રમણના આદિઅંતમાં જઘન્ય પ્રકારે ચૈત્યવંદના તથા ક્ષુદ્રોપદ્રવ નિવારવા દેવતાના કાયોત્સર્ગ તથા જઘન્ય આદિ નવ પ્રકારે ત્રણ થોયથી તથા ચાર થોયથી ચૈત્યવંદના કહેલ છે. આત્મારામજી તે આ પ્રમાણે માનતાં નથી.
(૫૫) સંઘાચાર વૃત્તિ (ધર્મઘોષસૂરિષ્કૃત) : ૪૦
આમાં ક્ષુદ્રોપદ્રવ દૂર કરવા માટે, તેના તે તે ગુણોની પ્રશંસા કરીને તેનો ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે, વૈયાવૃત્યકર આદિ વિશેષણ દ્વારા સમ્યદૃષ્ટિ દેવોનું સ્મરણ કરી જાગ્રત કરવા માટે, તથા પ્રભાવના આદિ હિતકાર્યમાં પ્રેરણા અર્થે કાયોત્સર્ગ કરવાનું તથા પૂજાદિ વિશિષ્ટ કારણે ઉચિત પ્રવૃત્તિ જણાવવાનું કહ્યું છે. આત્મારામજી આ પ્રમાણે માનતાં નથી. તેમણે આ ગ્રંથ બે જગ્યાએ લખ્યો છે, પણ ગ્રંથ એક જ છે. ચૈત્યવંદનલઘુભાષ્ય કે જે દેવેન્દ્રસૂરિષ્કૃત છે તેની ટીકા છે. ગ્રંથકાર વિક્રમ સંવત ૧૩૫૭માં થયા છે.
(૫૬) આરાધના પતાકા : ૭૫
આમાં ચાર થોય કહી નથી, પણ શ્રુત અધિષ્ઠાયક જિનેન્દ્રવાણીને નમસ્કાર કરેલ છે. પણ વ્યંતરાદિ પ્રકારે શ્રુતદેવીને નમસ્કાર કરેલ નથી. આત્મારામજી તે મુજબ માનતાં નથી.
(૫૭) વિચારામૃતસંગ્રહ (શ્રી કુલમંડનસૂરિષ્કૃત) : ૬
આ ગ્રંથકર્તા ૧૪૫૫માં થયા છે. આમાં કારણ હોય તો દેરાસરમાં ચાર થોય કરવાનું કહેલ છે, પણ પ્રતિક્રમણમાં કરવાનું કહેલ નથી. તથા ક્ષેત્રદેવોનો કાઉસ્સગ્ગ પૂર્વધરકાલના આચરણાથી કરવાનો કહ્યો છે. પણ તેમની થોય કરવાનું કહેલ નથી. શ્રાવકને સામાયિક લેતાં પ્રથમ કરેમિ ભંતે અને પછી ઇરિયાવહી કહેલ છે. આત્મારામજી તે મુજબ કરતાં નથી.