________________
૭૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
(૧૯) જિનદાસગણીકૃત નિશીથચૂર્ણિ : ૭૯
આમાં પણ માર્ગ ભૂલાય તો ગચ્છરક્ષાર્થે વનદેવતાનો કાઉસ્સગ્ગ કરવો કહ્યો છે. પણ ચાર થોયનો કોઈ અધિકાર નથી. પ્રતિક્રમણ પર્યંત મંગલ ત્રણ સ્તુતિ કહીને પડિલેહણા કરવી કહી છે. તે મુજબ આત્મારામજી માનતા નથી.
ઉપર લખેલા ગ્રંથ તો ગણધર-પૂર્વધર આદિ રચિત છે. તેમાં ત્રણ થોયનો અધિકાર છે, પણ ચાર થોયનો નથી.
(૨૦) શ્રી હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યકવૃત્તિ : ૨૦
આમાં “પારિટ્ઠાવણિયા’'ના ઉલ્લેખમાં ત્રણ થોયથી દેવવંદન કર્યું છે, પણ ચાર થોયથી દેવવંદન ક્યાંય કહેલ નથી. પ્રતિક્રમણના અંતમાં સામાન્ય પ્રકારે દેવવંદન કહ્યું છે અને એક આચાર્યના મતથી પ્રતિક્રમણમાં ત્રણ થોય મંગલ કહીને પિડિલેહણા કરવી કહી છે. આત્મારામજી આ મુજબ માનતા નથી.
(૨૧) પુનઃ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યકવૃત્તિ : ૬૭
આમાં પ્રથમ કરેમિ ભંતે ઉચ્ચારી તેના પછી ઇરિયાવહી બોલીને સામાયિક લેવાની વિધિ બતાવી છે. ચોમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવીનો અને પક્ખીમાં સિજ્જાતરદેવીનો કાઉસ્સગ્ગ કરવાનું કહ્યું છે. પણ તેમની સ્તુતિ કરવાનું ક્યાંય કહેલ નથી. આત્મારામજી આ પ્રમાણે માનતા નથી અને કરતાં પણ નથી.
(૨૨) શ્રી શાંતિસૂરિષ્કૃત ઉત્તરાધ્યયનવૃત્તિ : ૭૬
આમાં પ્રતિક્રમણપર્યંત ત્રણ સ્તુતિ કહીને કાળ નિવેદન કર્યા પછી દેરાસર હોય તો દેરાસરમાં જઈ દેવ વાંદે એમ કહ્યું છે, પણ ચાર થોયનો કોઈ જ ઉલ્લેખ નથી. વળી પીળા વગેરે રંગેલા વસ્ત્રો ધારણ કરે તે જૈન સાધુને ભાંડ સમાન કહ્યાં છે. આત્મારામજી તો પીળાં વસ્ત્રો ધારણ કરે છે તો આ ગ્રંથ માન્ય કરે તેમ કહેવાય ખરું ? અર્થાત્ આ ગ્રંથ માનતાં નથી.