________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
૭
આવેલ છે તેવા સોરઠદેશને અનાર્ય કહ્યો. ત્યારે ચારે બાજુ હોહા થઈ ગઈ. ત્યારે તેમને હિતશિક્ષા આપવા તેમના કાકાગુરુ પંન્યાસ રત્નવિજયજીએ “આર્યાનાર્યદેશજ્ઞાપક” નામે ચર્ચાપત્ર છપાવી પ્રસિદ્ધ કરેલ. તેના જવાબમાં આત્મારામજી તથા તેમના શિષ્ય શાંતિવિજયે “આર્યદેશદર્પણ” પુસ્તક લખ્યું. તેમાં તેમના કાકાગુરુએ લખેલ ચર્ચાપત્રની પણ વ્યાકરણની ભૂલો કાઢેલ. હકીકતમાં તે ભૂલો ભૂલ હતી જ નહીં, પાના નંબર ૧૬ અને પંક્તિ ૮ ની શુદ્ધિમાં “નિર્પ્રન્થાનાં વા નિર્વાથી'' એ વાક્યમાં ‘થી’’ હ્રસ્વ જોઈએ તે દીર્ઘ લખી. તથા પાના નં. ૧૬માં પંક્તિ ૧૯ની શુદ્ધિમાં ‘‘વિધિમાંસાવંતિ'' એ અશુદ્ધવાક્યની શુદ્ધિમાં ‘“માંડમા ચંતિ’'. લખ્યું. એ વાક્યમાં ‘‘ધિ’’ માં અનુસ્વાર ન જોઈએ. વળી કેટલીક જગ્યાએ અશુદ્ધને શુદ્ધ ન કર્યા અને શુદ્ધને અશુદ્ધ બતાવી કાકાગુરુની ખોટી હીલના કરી. કાકાગુરુની હીલના કરતાં જેમને શરમ ન આવે તો રાજેન્દ્રસૂરિએ પૂછેલ પ્રશ્નને ભૂલોવાળા કહે તેમાં શું આશ્ચર્ય ?
ખરેખર પ્રશ્નોમાં ભૂલો હતી તો છાપા દ્વારા જાહેર કરવી હતી. તો પંડિતોને ખબર પડી જાત કે શુદ્ધ, અશુદ્ધ કોને કહેવાય ? આ બધી ચર્ચા ચારેબાજુ ચાલી. તેમાં સાદડી-રાણકપુર-શિવગંજ બાજુના આત્મારામજીના અનુયાયી શ્રાવકોના પત્રો આવ્યા. તેમાં એવું લખ્યું કે રાજેન્દ્રસૂરિજી જીત્યા અને આત્મારામજી હાર્યા. આવા પત્ર વાંચી આત્મારામજીના હૈયામાં ફાળ પડી કે મારી મહત્તા આમાં ઘટી જશે. તેથી નગરશેઠને કહ્યું કે રાજેન્દ્રસૂરિએ ખોટા પત્રો લખી અમારી ફજેતી કરી છે.
આવું સાંભળી અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ રાજેન્દ્રસૂરિજીને મળવા હઠીભાઈની વાડીએ આવ્યા. અને ઉપરની હકીકત કહી ત્યારે રાજેન્દ્રસૂરિએ જવાબ આપ્યો કે :
“અમે અમારા સાધુને પત્ર લખવો હોય તો તે પત્ર શ્રાવકના હાથે લખવા-લખાવવા-મોકલવા કે મોકલાવવામાં દોષ ગણીએ છીએ. વળી, ગૃહસ્થને કાગળ લખવા-લખાવવા-મોકલવા તે અમારો વ્યવહાર જ નથી. એવા રાગ-દ્વેષના કાગળ લખવા-લખાવવાને અમો મહાપ્રાયશ્ચિત્ત ગણીએ છીએ. તેથી એ વાતમાં અમે કશું જાણતાં નથી.”