________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
પ્રશ્ન :- જો સૂટાગમ અને અર્થીગમ બંને આચરણાએ છે, તો પૂર્વગીતાર્થકૃત સૂત્રાગમ-અર્થીગમ આચરણાએ છે કે બહુશ્રુત-ગીતાર્થકૃત અથગમ આચરણાએ છે?
જવાબ :- બંને મુજબ છે. પ્રશ્ન:- પૂર્વધર ગીતાર્થકૃત સૂત્રાગમ-અર્થીગમ, તથા બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ ચૈત્યવંદનમાં ત્રણ સ્તુતિ સિદ્ધ થાય છે. તો પછી આત્મારામજીએ ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ શા માટે બનાવ્યો છે ?
જવાબ:- પૂર્વધર ગીતાર્થકૃત સૂત્રાગમ-અર્થીગમ તથા બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમના પ્રગટ પાઠથી ચૈત્યવંદન ત્રણ સ્તુતિથી કરવું સિદ્ધ થાય છે. પણ જે જીવ દષ્ટિરાગમાં તથા પક્ષપાતમાં પડ્યો છે તે શું શું અસત્યભાષણ ન કરે ? ખુદ આત્મારામજીએ પણ “જૈન તત્ત્વાદર્શ” ગ્રંથમાં “ચૈત્યવંદનમાં ત્રણ સ્તુતિ કરવી” આવું લખેલ છે. પણ રાધનપુરના કેટલાક પક્ષપાતી અજ્ઞ લોકોના કહેવાથી તેઓ પોતાના મુખથી ઘૂંકેલું ચાટે છે. વળી, પૂર્વધર બહુશ્રુત શાસ્ત્રકારોના લેખ જુઠા ઠરાવવા કુતર્ક કરી પોતાની મહત્તા વધારવા ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ બનાવ્યો છે. પણ તે ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણય ગ્રંથ સાબિત થાય છે. કારણ કે શ્રી દર્શનશુદ્ધિપ્રકરણ સુત્રા-વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ, શ્રી દેવભદ્રસૂરિ, શ્રી ચંદ્રપ્રભસૂરિ તથા વિમલગણિ કહે છે
सुत्तभणिएण विहिणा गिहिणा निव्वाणमित्थमाणेण । लोगुत्तमाण पूया निच्चं चिय होई कायव्वा ॥ सूत्रमप्रमत्तप्रमाणप्रधानपुरुषप्रणीत आगम उच्यते ॥ सुत्तं गणहररइयं तहेव पत्तेयबुद्धरइयं तु । सुयकेवलिणा रइयं अभिन्नदसपुव्विणा रइयं ॥१॥
शेषं त्वर्वाचीनपुरुषप्रणीतप्रकरणादि सूत्रं न भवति प्रमाणतां पुनर्याति तदर्थानुकरणादेव ते हि कथंचित्प्रमत्ततया यदृच्छया वादिनोऽपि भवन्ति तस्मिन् भणितः प्रतिपादितः सूत्रभणितस्तेन