________________
૫૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર
ઉત્તર :- હે શિષ્ય ! સૂત્રમાં ચૈત્યવંદના વિધિના ભેદ સામાન્યમાત્ર એટલે કે સંક્ષેપમાત્ર કરીને, તે ચૈત્યવંદનાના જે ક્રમ છે તે વિશેષ કરીને આચરણાથી જાણ્યા જાય છે, કેમ કે જે સૂત્ર છે તે સૂચનામાત્ર છે. વળી આચરણાથી તે સૂત્રોના અર્થ જાણ્યા જાય છે. જેમ શિલ્પશાસ્ત્ર પણ શિષ્ય અને આચાર્યને ક્રમે કરી જાણ્યું જાય છે પણ પોતાની મેળે જાણ્યું જતું નથી. //૧૭-૧૮
બે ગાથાનું ભેગું અવતરણ :- મહાનિશીથ આદિ સૂત્રમાં ચૈત્યવંદનાવિધિ તથા તેના જઘન્ય આદિ નવ પ્રકારના ભેદ, તથા ભેદોના ક્રમ સંક્ષેપમાં કહ્યા છે. તેથી તે ચૈત્યવંદનાના ભેદ, વિધિ, ક્રમ વિશેષે આચરણા, એટલે જંબૂ-પ્રભવાદિક આચાર્યપરંપરાએ આવી. તે આચરણા પંચાંગી તથા પંચાંગી અનુસાર પ્રકીર્ણકાદિ આચરણાએ જાણી જાય છે, કેમ કે સૂત્રમાં સૂચનામાત્ર હોય છે. તેના અર્થ, વૃત્તિ આદિ પંચાંગી અનુસાર પ્રકરણ આદિથી જાણ્યા જાય છે. જેમ શિલ્પશાસ્ત્ર પણ આચાર્યના સમજાવ્યાથી જાણ્યા જાય છે તેમ ચૈત્યવંદનમાં પણ મુદ્રા-ન્યાસ વગેરે “ટીકા એ ગુરુની ગુરુ છે” એ વચનથી વૃત્તિ અનુસાર ગીતાર્થ આચરણાથી સમજાય છે, પણ સ્વયંથી સમજાય નહીં.
અંગોપાંગ-પ્રકીર્ણક ભેદે કરીને જે શ્રુતસાગર છે તે નિત્યે અપાર છે. પોતાના આત્મામાં ચાહે ગમે તેટલું પંડિતપણું માનતો હોય તોપણ તે મૃતસાગરના મધ્યને અર્થાત્ પરમાર્થને કોણ જાણી શકે ? ||૧૯ના
અવતરણ :- પોતે પોતાના આત્મામાં અત્યંત પંડિતપણું માનતો હોય તોપણ વૃત્યાદિક અંગ વિના એટલે કે પંચાંગી વિના શ્રુતસમુદ્રના તાત્પર્યને ન જાણી શકે. હવે શુભઅનુષ્ઠાન હોય તે આગમના અંગ હોય, તેને આચાર્ય આગલી ગાથામાં બતાવે છે.
જે અનુષ્ઠાન શુભધ્યાનના જનક હોય, કર્મોના ક્ષય કરવાવાળા હોય તે અનુષ્ઠાન નિશ્ચયથી શાસ્ત્રના અંગ છે. તે શાસ્ત્રરૂપ સમુદ્રના વિસ્તારમાં જ કહ્યા છે. તે માટે શાસ્ત્રમાં આમ કહ્યું છે. // ૨૦ણી