________________
૧૬
ત્વરાથી આવી અને પ્રભુ તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી, ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. આઠે ચામર લીધા ઃ
ઉત્તર રૂચક પર્વત પરથી આઠ દિગ કુમારિકાએ વેગથી ત્યાં આવી અને ભગવત તથા તેમની માતાને નમસ્કાર કરી. પેાતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગીત ગાતી ગાતી ઉત્તર દિશામાં ઊભી રહી.
ચારે દીપક લીધા :
વિદિશામાં રહેલા રૂચક પર્વત પરથી ચાર દિગકુમારિકાઓ પણ આવી અને હાથમાં દીપક રાખી ઇશાન વગેરે વિદિશાઓમાં ગાતી ગાતી ઊભી રહી.
પ્રભુ તથા માતાને રક્ષા પાટલી બાંધી :
રૂચક દ્વીપથી ચાર દિગ્ કુમારિકાઓ આવી ભગવાનના નાભી નાળને ચાર આગળ રાખી છેદન કર્યુ” અને એક ખાડા ખેાદી તેમાં તે નાખી ખાડાને રત્ન અને વજ્રથી પૂરી દીધો અને તેના ઉપર ધ્રાથી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતા પૂ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગૃહ કર્યાં. તે દરેક ગૃહમાં મોટા સિહાસનાથી ાભાયમાન ચાક રચ્યા. પછી પ્રભુને પેાતાના હાથમાં લઈ જિન માતાને ટકા આપી, દક્ષિણ દિશાના ચાકમાં લઇ ગઈ, ત્યાં બંનેને સિહાસન ઉપર બેસાડી, સુગંધી લક્ષપાક તેલથી મન કરવા લાગી.
૭. અલ'જીસા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, હાસા, સ`પ્રભા, શ્રી અને દ્વી નામની આઠ કુમારિકાએ ઉત્તર રૂચક પર્વત પરથી આવી હતી. ૮. ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સત્રામણિ નામની ચાર દિગ કુમારિકાઓ વિદિશામાં રહેલા રૂચક પર્વત પરથી આવી.
૯. રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી રૂચક દ્વીપથી આવી હતી.