________________
૩૫
ગયે, અહીં તેણે એક મટ્ઠાન્મત્ત હાથી દેખ્યા. તાપસકુમારા નાઠા પણ બ્રહ્મદત્ત તેની સામે ગયા અને તેને વિવિધ કલા વડે વશ કર્યું
આ અરસામાં વરસાદ પડયા. બ્રહ્મદત્ત હાથી ઉપર બેસી જંગલની નદી એળગી સામે કાંઠે આવ્યા. ત્યાં તેણે એક ઉજ્જડ નગર દેખ્યુ. નગરની અંદર એક વંશજાળ પાસે પડેલી તલવારને ઉપાડી બ્રહ્મદો વશાળ ઉપર ધા કર્યાં. તેવામાં તા ત્યાં તેણે એક સાધકનુ શબ જોયુ. કુમાર દિલગીર થઈ આગળ ચાલ્યેા. ત્યાં તેણે એક કન્યા જોઈ તેને પૃથ્યું, “તું કોણ છે અહીં શા માટે રહે છે?', તેણે કહ્યું, “હુ પુષ્પચૂલ રાજાની પુષ્પવતી નામની પુત્રી છું. મારા પિતાએ મને બ્રહ્મદત્તને આપી છે. પણ હું બ્રહ્મદત્તને ત્યાં જઉં તેટલામાં તા નાટયાન્મત્ત નામના વિદ્યાધર મને હરી ગયા અને અહી' રાખી વ’શજાળમાં વિદ્યા સાધે છે.” બ્રહ્મદતે હસીને કહ્યું, “તે વિદ્યાધર તા મારે હાથે મૃત્યુ પામ્યા છે. મારૂ નામ બ્રહ્મદત્ત છે” પછી બન્ને ગાંધવ લગ્ન કરી સુખમગ્ન બન્યાં.
પુષ્પવતી સાથે લગ્ન
બ્રહ્મદત્ત અને પુષ્પવતી પેાતાના સમય સુખમાં પસાર કરે છે તેવામાં કોઈક સ્ત્રીગ્માના અવાજ સંભળાયા. બ્રહ્મદો પુષ્પવતીને પુછ્યુ, “આ કાના અવાજ છે ? ” પુષ્પવતીએ કહ્યું, “નાટયાન્મત્ત વિદ્યાધરની ખંડા અને વિશિખા નામની બે બહેનેાના અવાજ છે તે બહેને આજે તેમના ભાઈનાં લગ્ન કરવા માટે લગ્ન સામગ્રી લઈ ને આવી છે, પણ તેમને કયાં ખબર છે કે લગ્ન કરનાર ભાઈ વગે સિધાવ્યા છે તમે ક્ષણવાર દૂર ખસી જા, એટલે હું તમારા ગુણનુ કી ન કરી તેમને તમારા ઉપરના રાગ વિરાગના ભાવ જાણી લઉં. જો તેમને તમારા ઉપર રાગ થશે તેા હું તમને રાતી ધજા બતાવીશ અને વિરાગ હરશે તે। શ્વેત ધા બતાવીશ જો હું