SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ વસો વડે પોતાનું શરીર ઢાંકી દીધું અને બોલી “હે મહાનુભાવ! નરકના માર્ગરૂપ આ નીચ અભિલાષ તમે કેમ કરે છે ? સર્વ સાવઘત્યજી પાછા તેની વાંછા કરતા તમે શું શયતાન નથી? અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો જે તિર્યંચ જાતિના છે, તેઓ પણ પ્રાણને મેલાને પાછું ઈચ્છતાં નથી. તે વમેલાને પાછું ઈચ્છતા તમને કોઈ વિચારના આ રથનેમિ સમજે, સમજો. મહાભાગ્યેગે મળેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલે.” ઈત્યાદિ વાક્યો વડે રાજીમતીએ પ્રતિબંધિત કરેલા મહામુનિ રથનેમિ પાછા શુભ સ્થાનમાં સ્થિર થયા. અને નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત આલેચી તીવ્ર તપ તપી, મેક્ષે ગયા. રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દિક્ષા આરાધી, અને મેક્ષપદ પામ્યા. પાલક અને શાબનું નેમિનાથ પ્રભુને વંદન એક વખત નેમિનાથ ભગવાન રૈવતગિરિ પર સમવસર્યા તે ખબર જાણ કૃષ્ણ પાલક અને શાંબ વગેરે પુત્રોને કહ્યું. “જે સવારે વહેલા ઊઠી સૌથી પ્રથમ પ્રભુને વાંદશે તેને હું વાંછિત આપીશ.” તે સાંભળી. શાબકુમારે પ્રાતઃકાળે શય્યામાંથી ઊઠી, ઘરમાં જ રહી ભાવથી પ્રભુને વંદન કર્યું. પાલકે વહેલા ઊઠી, મોટા અશ્વ ઉપર બેસી, ઉતાવળા ગિરનાર પર જઈ પ્રભુને વંદના કરી. પછી કૃષ્ણ પાસે આવી તેણે દર્પક નામના અશ્વની માગણી કરી કૃષ્ણે કહ્યું, શ્રી નેમિ પ્રભુ જેને પ્રથમ વંદના કરનાર કહેશે તેને અશ્વ આપીશ કૃષ્ણ પ્રભુ પાસે જઈ પૂછયું, “આપને પ્રથમ કોણે વદના કરી છે? પ્રભુ બેલ્યા, “પાલકે દ્રવ્યથી અને શબે ભાવથી પ્રથમ વંદના કરી છે કૃષ્ણ પૂછ્યું, “એ કેવી રીતે ?” એટલે પ્રભુ બેલ્યા કે “પાલક અભવ્ય છે અને જાંબવતીને પુત્ર શાંબ ભવ્ય છે” તે સાંભળી કૃષ્ણ કેપ કરી, ભાવરહિત પાલકને કાઢી મુક્યા અને શાંબને ઉત્તમ અશ્વ આપે.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy