________________
૩૫૫ ચિકિત્સા માટે રોક્યા હતા. ધન્વનરી પાપવાળી ચિકિત્સા કરતો હતો અને વિતરણી નિર્દોષ ચિકિત્સા કરતે હતો સાધુઓ જ્યારે ધન્યતરીને કહેતા કે આ ઔષધ અમારે વાપરવા યોગ્ય નથી ત્યારે તેઓને તે સામે જવાબ આપતો કે “સાધુને એગ્ય આયુર્વેદ ભણ્યો નથી, માટે મારું વચન માનશે નહિ અને તે પ્રમાણે કરશો નહિ.” વૈતરણી વૈદ્ય ભવ્ય જીવ હતા. તે જેને જે ચિકિત્સા કરવા યોગ્ય હોય બતાવતા અને ઔષધ પણ તેને એગ્ય આપતા પ્રભુને પૂછવાથી શ્રીકૃષ્ણ જાણ્યું કે ધન્ય તરી મરીને સાતમી નર જશે અને વૈતરણી વૈદ્ય મરી વિંધ્યાચળમાં વાનર થશે અને ત્યાં ભૂલા પડેલા મુનિની ચિકિત્સા કરી દેવ થશે આ સાંભળી શ્રીકૃષ્ણ ધીમે ધીમે ભાવિક અને હળવા પરિણામી બન્યા. વકાળમાં રાજમંદિરમાં રહેવાને કૃષ્ણ લીધેલે
અભિગ્રહ અન્યદા વર્ષાઋતુના આરંભમાં શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. કૃષ્ણ પ્રભુને પૂછયું, “તમે અને બીજા સાધુઓ વર્ષાઋતુમાં કમ વિહાર કરતા નથી ?' પ્રભુ બોલ્યા. “વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી. કૃણે કહ્યું “હું પણ વર્ષાકાળમાં રાજમંદિરમાં જ રહીશ અને ગમનાગમનથી થતી જીની વિરાધના અટકાવીશ.” આ અભિગ્રહ લઈ કૃષ્ણ ત્યાંથી જઈ પોતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો અને દ્વારપાળોને આજ્ઞા કરી કે “વર્ષાઋતુના ચાર માસ પર્યન્ત કેઈને પણ રાજમહેલમાં આવવા દેવો નહિ.”
વીરે સાળવી દ્વારકા નગરીમાં વીરો નામે એક સાળવી વિષ્ણુને ભક્ત હતો