________________
૩૪
કંપતા શરીરવાળાં પ્રાણીએ નેમિનાથ પ્રભુને જોઇ “પાહિ પાહિ રક્ષણ કરી, રક્ષણ કરા' એમ પાતપેાતાની ભાષામાં મેલ્યાં. તે સાંભળી પ્રભુએ સારથિને આજ્ઞા કરી. તેઓને છે।ડાવી મૂક્યાં. તે પ્રાણીઓ પાતપેાતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં એટલે પ્રભુએ પાતાના રથને પેાતાના ધર તરફ વળાવ્યા.
વિવાહ માટે આગ્રહ કરતા શિવાદેવીને પ્રભુએ આપેલા ઉત્તર
""
આ વખતે તેમિકુમારને પાછા વળતા જોઈ સમુદ્ર વિજય, શિવાદેવી પ્રમુખ વજનેાએ તુરત રથને જતા અટકાવ્યા અને શિવાદેવી માતા આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યાં, “હૈ જનની વલ્લભ વત્સ ! હું પ્રાર્થના કરૂ છુ... કે તુ કાઇ રીતે વિવાહ કરી અને વહુનું મુખ દેખાડ. મારી લાંબા વખતની ઇચ્છા પૂરી કર ત્યારે તેમિકુમાર બાલ્યા, “હે માતાજી ! તમે એ આગ્રહ મૂકી દે મારું મન મનુષ્ય સંબંધી સ્રીઓને વિષે નથી, પણ મુક્તિ રૂપી સ્ત્રીના સંગમ કરવા ઉત્કટાવાળુ અને આસક્ત થયેલુ છે : કેમકે જે સ્ત્રીએ રાગીને વિષે પણ રાગ રહિત છે તે સ્ત્રીઓને કાણુ સેવે? પણ મુક્તિ રૂપી સ્ત્રી કે જે વિરાગીને વિષે રાગવાળી છે તેની હું ઇચ્છા કરું છું.” રાજીમતીના વિલાપ
આ ખબર સાંભળી રાજીમતી મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર ઢળી પડી. તત્કાલ ભય પામેલી સખીઓ શીતલ જલથી સિંચન કરવા લાગી, પંખાથી પવન વીજવા લાગી અને ચંદન રસથી વિલેપન કરવા લાગી. તેથી મહામુશ્કેલીએ રાજીમતી શુદ્ધિમાં આવીને બેઠી થઈ અને નેત્રમાંથી ચેાધાર અશ્ર વસાવતી માટા રવરે વિલાપ કરવા લાગી, “હુ યાદવ કુળમાં સૂ*સમાન ! હે કરુણાનિધિ! મને અહિં છેાડીને આપ કયાં ચાલ્યા? જો આપના જેવા ટેકીલા