SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ વિવાહ કર્યો હતો, રાજ્ય કર્યું હતું, વિષ ભગવ્યા હતા. તેમને ઘણ પુત્રો પણ થયા હતા અને તેઓ છેવટે મોક્ષપણ ગયા છે; પણ તમે તે આજ કાઈ નવા મોક્ષગામી થયા છે ! ખૂબ વિચાર કરે. મને હર ગૃહરપણાને જાણે અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરે. તમે ગ્ય સમયે ઈચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજે, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનને અરણ્યના પુપની જેમ નિષ્ફળ ન ગુમાવો.” જાંબવતીએ કહ્યું, “હે કુમાર ! સાંભળો અને અમારાં થનને દયાનમાં લ્યો. પહેલાં તમારા જ વંશમાં વિભૂષણસમાન એવા મુનિ સુવ્રત નામના તીર્થકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થાવાસમાં રહી પુત્ર થયા પછી મેક્ષે ગયા છે. માટે તમે પણ વિવાહ કરે અને ગૃહસ્થાવાસ ભોગવ્યા પછી ઈચ્છા મુજબ કરજે.” પદ્યાવતીએ કહ્યું “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરના પુરૂષની કાંઈ શોભા નથી. વાંઢા પુરૂષને કેઈ વિશ્વાસ કરતું નથી, સ્ત્રી વિનાને પુરૂષ ધૂર્ત ગણાય છે. માટે કાંઈ સમજો અને લગ્ન કરવાની અનુમતિ આપો. ગાંધારી બેલી, “ઘેર પધારેલા સગાંસંબંધીઓની પરોણાગત, ઉત્તમ માણસને મેળાવડે, પર્વના ઉત્સવ, ઘરનું કામકાજ, વિવાહનાં કૃત્ય, પોંખણું અને સભા વગેરે સ્ત્રી વગરનાં શોભતાં નથી.” ગૌરીએ કહ્યું, “અજ્ઞાની પંખીઓ પણ આખો દિવસ પૃથ્વી પર ભટકી ભટકીને સાયંકાળે માળામાં પોતપોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક હે છે. શું તમે તે ખીઓ કરતાં પણ મૂઢ દૃષ્ટિવાળા છે કે જેથી એક પણ સ્ત્રી અંગીકાર કરતા નથી. લક્ષ્મણ બોલી, “સર્વ અંગે નાનાદિ શભા કરવામાં વિચક્ષણ, પ્રેમરસથી મનહર, વિશ્વાસનું પાત્ર અને દુઃખમાં સહાય કરનાર એવું પ્રિયા વગર બીજુ કોણ છે? સુસીમાએ કહ્યું “ઘેર પધારેલ પરેણુ અને મુનિરાજાની સેવાભક્તિ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy