SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ મારી નાખો.” એટલામાં કૃષ્ણ કહ્યું, “તારે કાળ નજીક આવ્યો છે એમ કહી એક કૂદકે મારી તેના કેશ પકડી ભોંય નાંખ્યો આટલા નાના બાળકમાં આવું બળ જોઈ લે કે વિસ્મય પામ્યા. બધા રાજાઓમાંથી કોઈ તેને છોડાવવાની હિંમત કરી શક્યું નહિ. પછી કૃષ્ણ તેના માથામાં પ્રહાર કરી કંસને મારી નાખે. આ વખતે જરાસંધનું સૈન્ય તૈયાર હતું. તે કૃષ્ણને મારવાને માટે ધસી આવ્યું એટલે સમુદ્રવિજય લડવાને માટે તૈયાર થયા. સમુદ્રવિજયને આવતો જોઈ જરાસંધનું સૈન્ય નાસી ગયું. માતા પિતા અને પુત્રનું મિલન પછી સમુદ્રવિજ્યની આજ્ઞાથી અનાવૃષ્ટિ રામકૃષ્ણને પિતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગ. સર્વ યાદવે અને સમુદ્રવિજય વગેરે પણ વસુદેવને ઘેર ગયા અને સભા ભરી બેઠા વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી નેત્રમાં હર્ષાશ્ર લાવી તેમના મતક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા બંધુઓએ તેને પૂછ્યું, “આ શું? એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાન્તથી માંડી બધે વૃત્તાન્ત જણાવે. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પિતાના ઉલ્લંગમાં બેસાડે અને તેના પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની પ્રશંસા કરી તે વખતે દેવકી એક પુત્રીને લઈ ત્યાં આવી અને એક ઉસંગમાંથી બીજા ઉત્કંગમાં સંચરતા કૃષ્ણને તેણે દઢ આલિંગન કર્યું. ભાઈ અને ભ્રાવપુત્રોની સંમતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી છુટા કરીને ઉગ્રસેન રાજાને તેડાવી મંગાથી અને તેની સાથે યમુનાને કાંઠે જઈ એ કંસનું પ્રેતકાર્ય કર્યું. કંસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી; પણ તેની જીવયશા કેપ કરીને બોલી, “આ રામકૃષ્ણ ગોપાળને
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy