________________
૨૯૭
રાજાએ એ મળી વાસુદેવની જેમ સર્વ રાજાઓને જીતનાર નળરાજાને ભરતા પતિ પણાના અભિષેક કર્યાં. ત્યાંથી નળરાજા પેાતાની કૈાશલા નગરીમાં આવ્યા. ત્યાં ભક્તિર્કશળ સરાજાઓએ આવી તેમને ભેટ ધરી.
નળે ગુમાવેલું રાજ્ય
નળના અનુજ બંધુ કબર કુળમા અંગારા જેવા હતા તેને ભાઇનુ રાજ્ય પડાવી લેવું હતું તેથી તે નળરાજાના છિદ્રો શોધવા લાગ્યા. નળરાજા સદા ન્યાયવાન હતા તથાપિ તેને દ્યુત રમવા પર વિશેષ આસક્તિ હતી “ હું આ નળરાજા પાસેથી સ પૃથ્વી ધૃત રમી જીતી લઉં એવા દુષ્ટ આશયથી કુબર હંમેશાં પાસાથી નળને રમાડતા હતા. તેઓ બન્ને ધણા સમય સુધી જુગાર રમ્યા તેમાં એક બીજાને વિજ્ય થયા કરતા હતા. એક વખત નળરાજા દેવદાયથી કબરને જીતી શક્યા નહિ. અને કુબર વારંવાર તેની સાગઠીએ મારવા લાગ્યા. નળ ધીમે ધીમે ગામડાં, કમઁટ અને કસબા વગેરે સ ધુતમાં હારી ગયા. તેની લક્ષ્મીક્ષીણ થવા લાગી. આટલી હાનિ થયા છતાં જયારે નળે ધુત ક્રીડા છેાડી નહિ ત્યારે બધા લેા ખેદ પામવા લાગ્યા અને કુખર પેાતાની ઈચ્છા પૂર્ણ થવાથી ધણુંા હ પામવા લાગ્યા. સર્વ લાઠા નળના અનુરાગી હતા તેથી તેઓ હાહાકાર કરવા લાગ્યા. એ હાહાકાર સાંભળી દમયન્તી પણ ત્યાં આવી. તેણે નળરાજા ને કહ્યું “ હે નાથ ! હું તમને પ્રાર્થના કરૂં છું કે મારી ઉપર પ્રસન્ન થાઓ અને ધૃત ક્રીડા છેાડી દે એ પાસા તમારા વરીની જેમ દ્રોહ કરનારા છે. આ પૃથ્વી સેંકડા યુદ્ધ કરીને મેળવેલી છે તે એક ધૃતક્રીડામાં ફુટેલા પ્રવાહની જેમ સહેજમાં ચાલી જાય છે. તે મને ધણુ દુ:ખ આપે છે.” દમયન્તીની આ વાણી નળરાજાએ સાંભળી નહિ. જયારે પતિએ તેની અવજ્ઞા કરી ત્યારે તે રાતી રાતી કુલ