________________
૨૯૦ શકીશ” વસુદેવે વિચાર કર્યો કે જે ને દેવો પણ ઈચ્છી રહ્યા છે તે કનકવતી કેવી હશે ?” આમ વિચાર કરતા તે તુરત તેના આવાસમાં પહોંચ્યા. કનકાવતી ઊભી થઈ પતિદેવ! સંબોધી પગે પડી વસુદેવે કહ્યું, “તું ભૂલે છે. તારો પતિ તે ધનદ છે. હું તે તેને મોકલેલ દૂત છું. તેણે મારી દ્વારા કહેવડાવ્યું છે, “તું દેવાંગના બની મને પરણ.” કનવંતી બોલી, “તે ઈદ્રના સામાનિક દેવ ક્યાં અને કીટક પ્રાય હું માનુષી ક્યાં ? તેણે મારી પાસે જે તેમને દૂતપણું કરાવ્યું છે તે અનુચિત છે, કેમ કે પૂર્વે કોઈ પણ માનુષી સ્ત્રીને દેવતા સાથે એવો સંબંધ થયો નથી. ધનદ નામ સાંભળવાથી મારા પૂર્વ જન્મના સંબંધને લીધે મારું મન ઉત્કંઠા ધરે છે, પણ આ દુર્ગધી ઔદારિક શરીરની દુર્ગધને અમૃતભોજી દેસહન કરી શકતા નથી એવા શ્રી અરિહંત પ્રભુના વચન છે તે દૂતપણના મિષથી ગુપ્ત રહેલા તમે જ મારા પતિ છો. તમે કુબેર પાસે જઈને કહેજો કે હું માનુષી છું. તમારા દર્શનને પણ યોગ્ય નથી. વળી સાત ધાતુમય શરીરવાળી હું છું તેને તમે પ્રતિમા રૂપે પૂજય છે,” પછી વારંવાર સત્કારતી કનવતીને અનિમેષ નયને જેતે વસુદેવ તુરત ત્યાંથી અંતર્ધાન થઈ ગયો અને કુબેરને મળ્યો કુબેરે તેના દેવ સમક્ષ વસુદેવની ધીરજ અને સત્યનિષ્ઠાની પ્રશંસા કરી તેને દેવદુષ્ય વસ્ત્ર, કનકકાન્તા વીંટી, મુગટ, કંડલ, હાર, બાજુબંધ, નક્ષત્ર માળા, કંકણ કંદરે વગેરે અનેક વસ્તુઓ આપી તેને ધનદ સદશ બનાવ્યો.
હરિશ્ચંદ્ર રાજાના હર્ષને પાર ન હતો કારણ કે તેની સભામાં રાજાઓની સાથે સાક્ષાત્ કુબેરે પણ સ્થાન લીધું હતું. રાજપુત્રી કનકવતી રાજહંસની જેમ મંદ ગતિએ ચાલતી ચાલતી સ્વયંવર મંડપમાં આવી એક છેડાથી બીજા છેડા સુધી તેણે ધારી ધારીને