________________
૨૮૮
કનકાવતી આ ભરતક્ષેત્રમાં પેઢણપુર નામે નગર હતું. ત્યાં હરિશ્ચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને લક્ષ્મીવતી નામે રાણી હતી. રાણીને એક મનોહર અંગવાળી કુંવરી હતી. આ કુંવરીને પૂર્વ ભવને પતિ ધનપતિ કુબેર હતો. તેથી તેણે હરિશ્ચંદ્રના ઘરમાં કનવૃષ્ટિ કરી આથી રાજાએ કુંવરીનું નામ કનક્વતી રાખ્યું કનક્વતીના મોહથી ધનદ અવસરે હરિશ્ચંદ્ર રાજાને ત્યાં આવતા અને કનકાવતીને દેખી આનંદ પામતો. કેળવણું
અનકમે બાલ્યવયને છોડી નતી કળા ગ્રહણ કરવાને ગ્ય થઈ એટલે હરિશ્ચંદ્ર રાજાએ તેને કળા શીખવવા માટે શુભ દિવસે ઈગ્ય કળાચાર્યને સોંપી થડા સમયમાં તે બધી કળાઓ શીખી ગઈ. અનુકમે કનક્વતી યૌવનવય પામી. તેને જોઈ તેનાં માતાપિતા વરની શોધ માટે તત્પર થયાં. જ્યારે કે મેગ્ય વર થળે નહિ ત્યારે તેમણે સ્વયંવરને આરંભ કર્યો.
એક વખતે તે મૃગાક્ષી બાળા પોતાના મહેલમાં સુખેથી બેઠી હતી. ત્યાં અકસ્માત એક રાજહંસને ત્યાં આવેલું છે. કનકવતીએ તે હંસને પકડી લીધો. પછી દાસીને કહ્યું, “એક કાષ્ઠનું પિંજર લાવ કે જેમાં હું આ પક્ષીને મૂકું, કારણ કે પક્ષીઓ તે વિના એક ઠેકાણે સ્થાયી રહેતાં નથી. કનકાવતીના કહેવાથી દાસી કાષ્ઠનું પિંજર લેવા ગઈ, એટલે તે હંસ માનુષી ભાષામાં બોલ્યા, “હે રાજપુત્રી ! તું ચતુર છે, છતાં મને પિંજરામાં કેમ પૂરે છે. અને છોડી દે. હું તને એક પ્રિયના ખબર આપુ.” આ પ્રમાણે રાજહંસને મનુષ્યની ભાષા બોલતો જોઈ. રાજકુમારી વિસ્મય પામી અને પ્રિય અતિથિની જેમ તેને ગૌરવતાથી આ પ્રમાણે કહ્યું, “હે હંસ