________________
સ્કર
અશોકવૃક્ષ નીચે હાથમાં ચિત્રપટ લઈ ઊભો રહેલે એક વિચિત્ર ચિત્રકાર તેને જોવામાં આવ્યું. તેની પાસેથી ધનવતીની એક સખીએ બળાત્કારે તે ચિત્રપટ લઈ લીધું. તે ચિત્રપટમાં સુંદર પુરૂષનું રૂપ ચિતરેલું જઈ વિરમય પામીને તેણે ચિત્રકારને પૂછ્યું,
સુર અસુર અને મનુષ્યમાં આવું અદ્ભુત રૂપ કેવું છે? તેઓમાં કેઈનું આવું રૂપ સંભવતું નથી, તેથી શું તારૂં કૌશલ્ય બતાવવા માટે તેં આ રૂપ માત્ર સ્વબુદ્ધિથી જ આલેખ્યું છે?” તે સાંભળી ચિત્રકાર બોલ્યો, “આ ચિત્રમાં મેં જેવું રૂપ જોયું તેવું જ આળેખેલું છે. તેમાં મારૂં જરા પણ કૌશલ્ય નથી. ચંચલપુરના વિક્રમ રાજાના યુવાને પુત્ર ધનકુમારનું આ ચિત્ર છે. જેઓ એ કુમારને પ્રત્યક્ષ જઈ પછી આ ચિત્રને જુએ છે તેઓ મને ઊલટા
ફૂટ લેખક કહી વારંવાર મારી નિંદા કરે છે. તે મુદ્દે ! તે કંસારને જે નથી તેથી આ ચિત્ર જોઈ તું વિરમય પામે છે, કેમકે તું કુવાના દેડકા જેવી છે પણ તે ધનકુમારનું અદભૂત રૂપ જોઈ દેવાંગનાઓ પણ મોહ પામે છે. આ સમયે ત્યાં પાસે ઊભેલી ધનવંતી તે વાત સાંભળીને અને ચિત્ર જોઈને ધનકુમાર ઉપર રાગી બની '
: : વિનવતી અને ધનકુમારનાં લગ્ન
એક વખત કુસુમપુરમાં ચંચળપુરથી એક દૂત આવે. સિંહ રાજાએ પોતાની કનકવતી કન્યા સાથે ધનકુમારને વિવાહ કરવા માટે તે જ દુતને વિક્રમધન રાજા પાસે મોકલ્યો. ભાવતા ભોજન રૂપ પિતાએ કરેલ આ વિવાહથી ધનવતી ખુબ આનંદ પામી અને ધનકુમાર પણ જેવું જોઈએ તેવું મળ્યાથી આનંદ પામ્યો શુભ અવસરે માતાપિતાએ તેમનાં લગ્ન કર્યા.. ?