________________
ર૬૦ લેકમાંથી એવી વપ્રાદેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યો. સુખે સુતેલાં વપ્રારાણુએ ચાદ મહાવો મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ માસે વપ્રા માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ જયકુમાર પાડયું.
- ચક્રવતીના ચૌદ રત્નો
યૌવન વય પામ્યો એટલે પિતાએ તેને ગાદીએ બેસાડ. અન્યદા તેના આયુધગૃહમાં ચકવતીના પ્રથમ ચિન્હ રૂપ ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દંડરત્ન, ખડગ રત્ન, ચર્મરત્ન અને કાંકિણીરત્ન એમ કુલ સાત એકેંદ્રિય રને ઉત્પન્ન થયાં. તે સિવાથ પુરહિત રત્ન. ગૃહપતિ રત્ન, હસ્તિ રત્ન, અથરત્ન, સેનાપતિ રત્ન, વાર્શ્વકિરત્ન અને સ્ત્રીરત્નએ સાત પંચેન્દ્રિય રન ઉત્પન્ન થયાં. કેવળજ્ઞાન અને મેક્ષ
પછી જ્યચકવતીએ ચક્રને અનુસરી છ ખંડ સાંધ્યા. ચકવતની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જ્યચક્રવતી પિતાના નગરમાં પાછા ફર્યા. દેવોએ અને માનવોએ ચકીપણાને અભિષેક કર્યો લાંબો. કાળ છખંડ ભેગવી, ચકવતીએ દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી. ઘાતકી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામી, જય ચક્વતી મોક્ષે ગયા.
શ્રી ચરિષ્ટનેમિના પૂર્વભવનું વર્ણન યદુવંશ સમુદ્રે કર્મ કક્ષ હુતાશનઃ અરિષ્ટનેમિર્ભગવાન ભૂયાદ્રોડરિષ્ટનાશનઃ
યાદવવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી વનખંડમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટ નેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનાર થાઓ.