________________
૧૫ થાનક તપનું આરાધન કરી સિંહાવહ રાજર્ષિએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
કાળગે મૃત્યુ પામી એ સમદષ્ટિ અને સમાધિથ મહાશય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
ત્રીજે ભવ-શ્રી કુંથુનાથ ભગવાન આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં શૂર નામે રાજા રાજય કરતે હતો. તેને શ્રીદેવી નામે રાણી હતી. આ શ્રીદેવીની કુક્ષિને વિષે, સિંહાવહ રાજાને જીવ, અનુત્તર વિમાનમાંથી ચાવી, શ્રાવણ સુદ નેમને દિવસે, કૃતિકા નક્ષત્રમાં ચંદ્રનો વેગ હતો ત્યારે, પુત્રપણે ઉત્પન્ન થે. સુખે સુતેલાં શ્રીદેવી માતાએ ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી. દેએ ચ્યવન કલ્યાણ મહોત્સવ ઉજવ્યો.
જન્મ
પૂર્ણ માસે શ્રી દેવી માતાએ, વિશાખ વદ ચૌદસે, કૃત્તિકાનક્ષત્રમાં, છગના લંછનવાળા અને સુવર્ણવર્ણવાળા પુત્રને જન્મ આપે. છપ્પન દિપકુમારિકાઓ,ચોસઠઈન્દ્રો, અનેક દેવો અને શેર રાજાએ જન્મ મહેત્સવ કર્યો. પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે શ્રીદેવી માતાએ કુ નામનો રત્ન રાશિ જે હતું તેથી પિતાએ, શુભ મુહુર્તે તેમનું કુન્થનાથે એવું નામ પડ્યું. અનુક્રમે પ્રભુ યીવન વય પામ્યા એટલે પિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. કુંથુનાથ ચક્રવર્તી
પ્રભુ જ્યારે ત્રેવીસ હજાર અને સાડા સાતસો વર્ષના થયા ત્યારે પિતાએ તેમનો રાજયાભિષેક કર્યો. એક વખત આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ ચક્રને અનુસરીને છ ખંડ સાધ્યા અને