________________
૧૫૭
કનકશ્રીએ પેાતાના વૃત્તાંત પૂછ્યા. વળીએ તેને તેના પૂર્વભવ કહ્યો. તે સાંસળી નશ્રીએ વૈરાગ્ય પામી દીક્ષા લેવાના વિચાર જણાવ્યા. ધેર આવી ઉત્સવપૂર્વક કનકશ્રીએ દીક્ષા લીધી અને અનેક પ્રકારે તપ કરી મેાક્ષ પદ પામી.
અપરા જતની દીક્ષા
પહેલી
સમ્યકત્વ વડે શાભતા અપરાજિત અને અન'તવીય રાજ્ય પાળવા લાગ્યા. લાંબુ આયુષ્ય ભેગવી અનંતવી નારકીએ ગયા. ભાઈનાં મરણથી દુઃખ પામી અપરાજિત બળદેવે પુત્રને રાજ્ય સોંપી, જયધર ગણદેવ પાસે દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી.
સાતમા ભવ-દેવલાકમાં દેવ
અન્તે અણુસણ કરી, સમાધિપૂર્વક મૃત્યુ પામી અપરાજિત બળદેવ અચ્યુત દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા.
આઠમે ભવ-વજ્રાયુદ્ધ ચક્રવતી
આ જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીમાં ક્ષેમકર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને રત્નમાળા નામે રાણી હતી અપરાજિત બળદેવના જીવ અચ્યુત દેવલાકમાંથી ચ્યવી રત્નમાળાની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા સુખે સુતલા રત્નમાળા રાણીએ ચૌદ મહાસ્વપ્ન અને પદરમુ' વ મુખમાં પ્રવેશ કરતું જોયું. પૂર્ણ માસે રત્નમાળા માતાએ પુત્રને જન્મ આપ્યા. માતાએ સ્વપ્નમાં વજ જોયુ હતું તેથી પુત્રનું નામ વાયુદ્ધ પાડયું. અનુક્રમે મેાટા થયા ત્યારે તેને લક્ષ્મીવતી નામની રાજકન્યા સાથે પરણાવ્યા. અન’તવીય વાસુદેવને જીવ અચ્યુત દેવલાકથી ચવી લક્ષ્મીવતીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે।. પૃ માસે લક્ષ્મીવતીએ પુત્ર રત્નને જન્મ આપ્યું. પિતાએ તેનુ નામ સહસ્રા