________________
૧૪૫
નવિધિ સાધ્યા. રાજાએ એ ચકીપણાના અભિષેક કર્યાં. દેવે એ પણ તેમાં ભાગ લીધે. નગરમાં બાર વર્ષ સુધી આ ઉત્સવ ચાલ્યેા. સમગ્ર હસ્તિનાપુર બાર વર્ષ પન્ત દંડ, દાણુ અને રાજસુભટાના પ્રવેશથી રહિત રહ્યું. કર વગેરેથી જરા પણ નહિ પીડતા સનત્કુમારે પેાતાની પ્રજાનુ પિતાની જેમ પાલન કર્યું". આ ત્રણ જગતમાં તેના જેવા પ્રતાપવાન અને રૂપવ′ત બીજો કાઇ થયા નથી.
સનત્કુમારની દીક્ષા
એક દિવસ ઇન્દ્રે સનત્કુમારના રૂપની પ્રશંસા કરતાં કહ્યું, ‘તેના જેવું રૂપ કે કાન્તિ દેવ કે મનુષ્યમાંનથી.' ઇન્દ્રના આ શબ્દો સાંભળી એ દેવ બ્રાહ્મણનું રૂપ ધરી સનકુમારને જોવા આવ્યા. સનત્કુમાર તે સમય સ્નાનની તૈયારી કરતા હતા. તેનું રૂપ દેખી દેવાએ માથુ’ ધુણાવ્યું અને મનમાં કહ્યું, “ઇન્દ્ર કહેતા હતા તેવું જ રૂપ અને કાન્તિ છે.” સનત્યુમારે બ્રાહ્મણાને કહ્યું, “મારૂ’રૂપ નિહાળવા તમે રાજસભામાં આવજો. તે વખતે મે' આભૂષણા પહેર્યાં હશે.” બ્રાહ્મણા સારૂં” કહી રાજસભામાં આવ્યા. તેમણે સનકુમારને જોયા. જોતાં જ તેમનું મુખ પલટાયું. સનત્કુમારે ગથી કહ્યું, “નાનાગારમાં તમે મને જોયા હતા તેના કરતાં અત્યારે હુ કેટલા સુંદર દેખાઉ’ છું.” બ્રાહ્મણાએ કહ્યું, “મહારાજ ! તે રૂપ તા ગયું અત્યારે તે આપ ઘણા કદરૂપા લાગેા છે.” સનકુમારે શરીર ઉપર હાથ ફેરવ્યા તા કાયા રોગાથી ગ્રસિત બની દુ ધમય બની હતી. દેવાએ પેાતાનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું, “ઇન્દ્રની પ્રશંસાથી અમે તમને નિરખવા અહિં આવ્યા હતા. પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી.” સનત્કાર સમજયા, “મારા રૂપને મારા અભિમાને ગ્રસિત કર્યું છે. હું મૂર્ખ, અનિત્ય દેહમાં મુષ્ઠિત થઇ ભાન ભૂલ્યે.” ચક્રીને વૈરાગ્ય આવ્યા અને તેણે વિનયધર મુનિ પાસે ઢીક્ષા લીધી.
૧૦