________________
૧૩૯ મધવા ચકવતી
- જન્મ
આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રને વિષે શ્રાવસ્તી નામે નગરી હતી. ત્યાં સમુદ્ર વિજય નામે રાજા રાજય કરતા હતા. ગાયનું ગોવાળ રક્ષણ કરે તેમ યથાવિધિ પૃથ્વીનું પાલન કરી, ગ્ય સમયે દૂધની જેમ કાંઈ પણ પીડા કર્યા વગર તે કર લેતો હતો. પવિત્ર લાવણ્યથી ભદ્ર અંગવાળી અને સર્વ ભદ્રના થાન રૂપ, ભદ્રા નામે તેને રાણી હતી. તેની કક્ષિને વિષે, નરપતિ રાજાને જીવ, દેવ તેમાંથી વી અવતર્યો. ભદ્રા રાણીએ ચકવતીના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે, રાણીએ ઉત્તમ લક્ષણવાળા અને સુવર્ણની જેવા વર્ણથી શોભતા પુત્ર રનને જન્મ આપ્યો. આ પુત્ર પૃથ્વીમાં મધવા (ઈંદ્ર) જે થશે એવું ધારીને સમુદ્ર વિજયે તેનું નામ મધવા પાડ્યું. દિગવિજય
મધવા ઉંમરલાયક થયો એટલે સમુદ્ર વિજયે તેને રાજય ગાદી સોંપી. ઘણા વર્ષ સુધી રાજયનું પાલન કર્યા પછી તેના શસ્ત્રાગારમાં એક વખત ચક્ર રત્ન ઉત્પન્ન થયું. તે પછી બીજા તેર રને પણ તેને આવી મળ્યાં. મધવાએ ચક્ર વગેરે રત્નની પૂજા કરી બહુમાન કર્યું. પછી છ ખંડ સાધી પરિવાર સહિત મધવા ચકવતી શ્રાવતી નગરીમાં આવ્યું. રાજાઓએ તેનો ચક્રવતી પણાને અભિષેક કર્યો. મૃત્યુ
ચક્રવતી પણામાં અભિષિક્ત થયા પછી મધવા મહારાજા બત્રીસ હજાર મુગટધારી રાજાઓથી નિરંતર સેવાતા હતા. નવા નિધિઓથી તેમના મને રથ પૂર્ણ થતા હતા અને અંતઃપુરની સ્ત્રીએની નયનકમળની માળાઓથી નિત્ય પૂજાતા હતા. આ સિવાય.