________________
૧૧૨ મિષાખા નક્ષત્રમાં, રક્ત વર્ણવાળા અને મહિષના લાંછનવાળા, પુત્રને જન્મ આપ્યો. દિગકુમારિકાઓ, ઈદ્રો, દેવો અને વસુ પૂજય રાજાએ જન્મ મહોત્સવ કર્યો. શુભ દિવસે પિતાએ પુત્રનું નામ વાસુ પૂજ્ય પાડયું. વસુપૂજ્ય રાજાએ દશાવેલ ઈચ્છા
અનુક્રમે પ્રભુ યૌવન વય પામ્યા. તેમને માટે દેશ દેશથી, કન્યાઓના પિતા વિવાહ માટે કહેવરાવવા લાગ્યા. વસુપૂજ્ય રાજાએ પુત્રને એકાંતમાં બોલાવી તેના લગ્ન કરાવવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. પ્રભુએ કહ્યું, “મારૂં ભેગાવલી કર્મ ક્ષીણ થયું છે. માટે મને લગ્નને આગ્રહ ન કરે. મારી ઈચ્છા દીક્ષા લઈશ્રેય સાધવાની છે.” વાસુપૂજ્ય રાજાએ ફરીથી આગ્રહ પૂર્વક કહ્યું, “આપણે વંશમાં થયેલા અષભદેવ વગેરે એ લગ્ન અને રાજય ભોગવી સ્વશ્રેય સાધ્યું છે, માટે તમે પણ લગ્ન કરી રાજય જોગવી રવશ્રય સાધજે. પ્રભુએ જવાબમાં જણાવ્યું, “પિતાજી, સીને એક માર્ગ નથી. ઓગણીસમાં તીર્થકર મલ્લીનાથ અને બાવીસમા તીર્થંકર નેમિનાથે લગ્ન કર્યા વગર અને રાજય ભોગવ્યા વગર દીક્ષા લેશે. અને સ્વશ્રેય સાધશે. ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ભેગાવલિ કમ થોડું હેવાથી લગ્ન કરશે પણ રાજય ભોગવ્યા વગર દીક્ષા લઈ મુક્તિ પદ પામશે. મષભદેવ વગેરે તીર્થકરોને ભોગાવલી કમ બાકી હતું. તેથી તેઓએ સંસાર માંડ હતા અને રાજ્ય રવીકાર્યું હતું. મારૂં ભેગાવલી કર્મ ક્ષીણ થયેલું છે તેથી તમે લગ્નને આગ્રહ ન કરે.” પ્રભુના ઉપર પ્રમાણે વિચારે જાણી પિતાએ પુત્રને પરણાવવાનો વિચાર પડતો મૂકયો.*
* વર્ધમાન સરિ કૃત વાસુપૂજ્ય ચરિત્રમાં પ્રભુએ પદમાવતી સાથે લગ્ન કર્યું હતું એમ લખ્યું છે. હેમાચાયના મત પ્રમાણે પ્રભુ બાલ બાચારી હતા.