________________
શ્રી સુમતિનાથ ચરિત્ર
પૂર્વભવ પહેલો ભવ-પુરૂષસિંહ રાજકુમાર-બીજે ભવ-દેવ
જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં, પુષ્કલાવતી નામે વિજ્યને વિષે, શખપુર નામના નગરમાં વિજ્યસેન નામના રાજા હતા. તેને સુદર્શના નામે એક રાણી હતી. તેને કોઈ સંતાન ન હતું. એક વખત નંદિણ શેઠના સુલક્ષણ પુત્રો જોઈ સુદર્શન રાણીને ખેદ થે, અને રાજા આગળ પિતાને ખેદ પ્રગટ કર્યો. તપ કરી, રાજાએ કુલદેવીની આરાધના કરી. દેવીએ દર્શન દીધાં એટલે રાજાએ પુત્રની માગણી કરી. દેવીએ વરદાન આપ્યું કે વિલેમાંથી દેવતા ચ્યવીને તારો પુત્ર થશે.” અનુક્રમે રાણુને, સિંહ સ્વપ્ન સચિત, ગર્ભ રહ્યો, ગર્ભના પ્રભાવથી રાણીને દયા પળાવવાનો તથા ચામાં અઠ્ઠાઈ ઉત્સવ કરાવવાને દેહદ ઉત્પન્ન થયે. રાજાએ તે પૂર્ણ કરાવ્યું. પછી દિવસ પુરા થતાં પુત્રને જન્મ થયો. રાજાએ તેનું નામ પુરૂષસિંહ પાડયું. ઉમરલાયક થતાં, રાજાએ તેને રાજકન્યાઓ પરણાવી. પુત્ર અને પુત્રવધુ દેખી રાજા રાણી આનંદ પામ્યાં.
એક દિવસ પુરૂષસિંહ કીડા સારૂ ઉદ્યાનમાં ગયો. ત્યાં તેણે વિનયનંદન નામના સૂરિને જોયા. તેમને વંદન કરી દેશના સાંભળવા બેઠે. દેશનાને અને ઘેર આવી, દીક્ષા લેવાના વિચારથી પિતા પાસે જઈ રજા માગી. પિતાએ ઘણું સમજાવ્યું, પણ પુરૂષસિંહ દઢ નિશ્ચયી હતો એટલે તેણે મુનિ પાસે દીક્ષા લીધી અને વીશ સ્થાનકના આરાધનથી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું અને અણસણ કરી પુરૂષસિંહ મુનિ વૈજયન્ત નામના વિમાનમાં દેવ થયા.