________________
કારતક વદ પાંચમને દિવસે પ્રભુને કેવળ જ્ઞાન થયું. ઈન્દ્રોનાં આસને ચલાયમાન થયાં એટલે તેમણે ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ તીર્થને નમી દેશના આપી.
સંભવનાથ પ્રભુને પરિવાર વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર થયે – ગણધર
૧૦૨ (એકસો બે) સાધુ
૨૦૦,૦૦૦ (બે લાખ) સાધ્વીઓ
૩,૩૬,૦૦૦ (ત્રણ લાખ છત્રીસ હજાર) ચૌદ પુવી
૦૦૨,૧૫૦ (બે હજાર એકસો પચાસ) અવધિ જ્ઞાની ૦૦૯ ૬૦૦ (નવ હજાર છસો) મન:પર્યવજ્ઞાની ૦૧૨,૧૫૦ (બાર હજાર એકસો પચાસ) કેવળ જ્ઞાની
૦૧૫,૦૦૦ (પંદર હજાર) વૈકિલબ્ધિવાળા ૦૧૯,૮૦૦ (ઓગણસ હજાર આઠસો) વાદી ૦૧૨૦૦૦
(બાર હજાર) શ્રાવકે
૨,૯૩,૦૦૦ (બે લાખ ત્રાણું હજાર) શ્રાવિકાઓ
૬,૩૬,૦૦૦ (છ લાખ છત્રીસ હજાર) સંભવનાથ સ્વામીના શાસનમાં ત્રિમુખ નાખે યક્ષ અને દુરિતારિ નામે શાસનદેવી ઉત્પન્ન થયાં. નિર્વાણ
કેવળ જ્ઞાન થયા પછી પ્રભુએ ચાર પૂર્વીગ અને ચૌદ વરસ ન્યુન લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. પછી પ્રભુ પોતાને મેક્ષ કાળ નજીક જાણ, પરિવાર સહિત, સમેતશિખર પર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પાદપગમન અનશન શરૂ કર્યું. એક માસને અને પૌત્ર સુદ પાંચમને દિવસે પ્રભુ મોક્ષપદ પામ્યા. તેમના દેહનો અગ્નિ સંરકાર ઈંદ્રોએ યથાવિધિ કર્યો.