________________
કરેલી પેાતાના માટે એ કથાની માગણી, ધનપાલના જડખાતેાડ જવાબ, ભાજે બાડી નાખેલી એ કથા, ધનપાલનું પોતાની તિલક મંજરી પુત્રીના મુખથી એ કથાનું સાંભળવું અને લખાવવી, તેથી તિલકમજરી કથા તરીકે એ કથાની ખ્યાતિ, ધનપાલનું સાચારમાં જવું, ભેાજની સભામાં વાદીનું આગમન, ભોજ રાજાએ જાતે ધનપાલને મનાવીને રાજધાનીમાં લાવવા, ધનપાલનું નામ સાંભળી વાઢીનું નાશી જવું, ધનપાલનું સ્વર્ગ ગમન,
આ કથાને અંગે હસ્ત લિખિત પ્રતિ મેળવી વિશિષ્ટ સંપાદન કાર્ય હાલ તુરત ખની શકે તેમ નહિ હોવાથી શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ શ્રીસમ્યક્ત્વસતિ (સટીક)માંથી ઉદ્ધૃત કરી અને એજ પ્રતિની સાથે મેળવીને છપાવવામાં આવી છે. અને કઠણ પ્રાકૃત શબ્દોના સસ્કૃત ટિપ્પણુ રૂપે મે' આપ્યા છે. આ ગ્રન્થને નેમિ-વિજ્ઞાન ગ્રન્થરત્ન ૪ તરીકે પ્રસિદ્ધ કરાય છે, કેમકે આ પૂર્વે પ્રાકૃતવિજ્ઞાનપાઝમાળા ગ્રન્થરત્ન ૧ તરીકે, શ્રી સ્તંભનપાર્શ્વનાથ માહાત્મ્ય તથા જિનગુણુસ્તવનમાળ! ગ્રન્થરત્ન ૨ તરીકે અને આરામશાભા કથા ગ્રન્થરત્ન ૩ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. તેમજ ગ્રન્થરત્ન ૫ તરીકે કરુણરસકદમ્બક નામે ગ્રન્થ પ્રસિદ્ધ થશે.
આ મને!હર કૃતિનાં પ્રકાશનાથે સુરતમાંના વડાચોટાના કેટલાક ધર્મપ્રેમી શ્રાવકોએ આર્થિક સહાયતા આપી છે, તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. આ કથા શુદ્ધ છપાવવામાં બનતી કાળજી રખાઈ છે, છતાં પણ દૃષ્ટિદોષથી અથવા મુદ્રણદોષથી રહેલ ભૂલચૂકને વાચક મહાશયે સુધારીને વાંચે અને સાર ગ્રહણ કરે, એજ ઈચ્છાપૂર્વક તે વિરમું છું.
વી. સ. ૨૪૬૭ માગશર શુદી પુનમ
~ સુનિ યશાભદ્રવિજય ’ શેડ નેમુભાઈની વાડી, ગોપીપુરા-સુરત,
॥ ૪ ॥