________________
આખરે બીજા પાસેથી આ શ્રીપાળ છે એમ જાણી શેઠને આઘાત થયો. છેવટે પોતાના મુકામે ગયા અને કુમાર રાજાના જમાઈ છે એમ જાણી ઈર્ષ્યા થઈ. એટલામાં એક ડુંબનું ટોળું શેઠને પ્રસન્ન કરવા માટે ત્યાં આવી ગાવા લાગ્યું. ગાઈ રહ્યા પછી શેઠે કાંઈ આપ્યું નહિ તેથી શેઠને ચિંતાતુર જોઈ ડુંબોએ પૂછ્યું, અમારાં પર ગુસ્સે થયાં છો ત્યારે શેઠે એમને બોલાવી કહ્યું, કોઈ પણ હિસાબે તમે રાજાનાં જમાઈને ડુંબ કહો તો તમને હું મોં માંગ્યું ઈનામ આપીશ. આ કાર્ય માટે અત્યારે અડધો લાખ લઈ જાઓ. ત્યારે ડુંબે આ વાતનો સ્વીકાર કર્યો. પછી તેઓ રાજા પાસે ગયા. અને ગીતો ગાવાની શરુઆત કરી એટલે રાજાએ દાન આપવાની શરુઆત કરી. ત્યારે ના કહી અને શ્રીપાલકુમારનાં હાથે તાંબુલની માંગણી કરી. રાજાની આજ્ઞા થી કુમાર પાન આપવા જાય એક આવી કહે છે દિકરા તું કયાં ગયો હતો ? કેટલાં વખતે તને મળ્યા ? તને કેટલો શોધ્યો ? આ પ્રમાણે કહી રુદન કરવા લાગી. કોઈએ આવી ભાઈ કહો, કોઈ ભત્રીજો, કોઈ કાકા, કોઈ દિયર, આ પ્રમાણો સંબંધ બતાવવા લાગ્યા. આ જોઈ રાજા વિચારમાં પડી ગયાં કે આ તો ચાંડાલ છે. મારા કુળને કલંક્તિ કર્યું માટે આનો વધ કરાવું. રાજાએ નૈમિત્તિકને કહ્યું - હે દુતિ ! તેં મને આ ચાંડાલ છે એમ ન કહ્યું તેથી તારો વધ કરાવું ત્યારે તેણે કહ્યુ હે રાજન માતંગ નથી, પણ માતંગ પતિ છે. એમાં શંકા ન કરશો. ત્યારે ખૂબ ગુસ્સે થએલા રાજાએ હાથીવધ માટે આદેશ કર્યો. તે વખતે મદનમંજરી રાજાને વિનવે છે - હે પિતાજી ! આચાર પ્રમાણે કુળ નક્કી થાય છે – એ લોકોકિત કેમ ભૂલી જાઓ છો. એમનો આચાર લોકોત્તર છે. ત્યારે રાજાએ તેમનાં કુળાદિ પૂછવાથી કુમારે કહ્યું કે - પાણી પીને ઘર પૂછો છો ? મારુ કુળ જાણવું હોય તો સૈન્ય સજ્જ થઈ રણમેદાનમાં આવી જાઓ ત્યાં મારી ભુજા તમને કુળ બતાવશે. પોતાનાં મુખે પોતાની બડાઈ શરમજનક છે. છતાં પણ તમારે જાણવું હોય તો વહાણમાં રહેલી બે સ્ત્રીઓને બોલાવી મારું કુળ પૂછી લ્યો. રાજાએ ધવલશેઠને પૂછ્યું કે તમારાં વહાણમાં બે સ્ત્રીઓ છે ? ત્યારે કરમાયેલા મુખવાળા તેણે નીચે મુખ કરી દીધું એટલે રાજાએ સુભટોને આજ્ઞા કરી સ્ત્રીઓને સભામાં બોલાવવામાં આવી. સભામાં પોતાના પતિને જોઈ આનંદિત થએલી તેઓએ રાજાના કહેવાથી કુમારનું સર્વ ચરિત્ર સંભળાવ્યું. તે સાંભળી રાજાએ કહ્યું. આ તો મારો ભાણેજ છે. કલંક આપનાર ડુંબના કુટુંબને
(32)